સપ્ટેમ્બર 4, 2024 8:49 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 8:49 એ એમ (AM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઉદગીરમાં વિશ્વશાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઉદગીરમાં વિશ્વશાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી એકનાથ શિંદે, કેન્દ્રીયમંત્રી રામદાસ આઠવલે અને નાયબમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર ઉપસ્થિત રહેશે. સુશ્રી મુર્મુ ઉદયગીરી કોલેજના મેદાનમાં ‘શાસન ઉપલ્યા દારી’ અને ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીન યોજના’ના લાભાર્થીઓને પણ મળશે. આ સાથે જ નાંદેડમાં તખ્ત સચખંડ શ્રી હુઝુર સાહિબ ગુરુદ્વારાની પણ મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે સુશ્રી મુર્મુ સોમવારથી મહારા...

ઓગસ્ટ 29, 2024 10:12 એ એમ (AM) ઓગસ્ટ 29, 2024 10:12 એ એમ (AM)

views 9

આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ

આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ છે. હોકીના દંતકથા સમાન ખેલાડીમે જર ધ્યાનચંદની જન્મજયંતીએ દર વર્ષે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે

ઓગસ્ટ 29, 2024 10:06 એ એમ (AM) ઓગસ્ટ 29, 2024 10:06 એ એમ (AM)

views 9

પેરિસ પેરાલીમપિક્સ ગેમ્સનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાથે એવેન્યૂ ડેસ ચેમ્પસ એલિસ અને પ્લેસ ડે લા કોનકોર્ડ ખાતે સત્તાવાર રીતે પ્રારંભ થયો

પેરિસ પેરાલીમપિક્સ ગેમ્સનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાથે એવેન્યૂ ડેસ ચેમ્પસ એલિસ અને પ્લેસ ડે લા કોનકોર્ડ ખાતે સત્તાવાર રીતે પ્રારંભ થયો છે. ટોક્યો 2020 પેરાલીમપિક્સમાં ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતનાર સુમિત એન્ટિલ અને હંગઝોઉમાં રમાયેલ એશિયન પેરા ગેમ્સમાં ગોળા ફેંકમાં રજત ચંદ્રક જીતનાર ભાગ્યશ્રી જાધવે ત્રિરંગા સાથે ભારતનું પ્રતિનિધત્વ કર્યું હતું. આ વર્ષે 84 રમતવીરો 12 અલગ અલગ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. પેરાલીમપિક્સ રામતોના ઇતિહાસમાં અત્યારસુધીમાં ભારતના સૌથી વધુ ખેલાડીઓ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. ક્રિષ...

ઓગસ્ટ 29, 2024 9:54 એ એમ (AM) ઓગસ્ટ 29, 2024 9:54 એ એમ (AM)

views 11

હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત આજે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે ઉત્તર અને મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણનંી ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે અને તે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ઓડિશા અને ઉત્તરઆંધ્ર પ્રદેશના દરિયાકાંઠાની નજીક પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને આવતીકાલ સુધી ઉત્તરપૂર્વ અને તેની નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં, ગુ...

ઓગસ્ટ 29, 2024 9:44 એ એમ (AM) ઓગસ્ટ 29, 2024 9:44 એ એમ (AM)

views 7

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ગઇકાલે હેમંત સોરેન સરકારમાંથી મંત્રી પદ અને ઝારખંડ મુક્તિ મોરચાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ગઇકાલે હેમંત સોરેન સરકારમાંથી મંત્રી પદ અને ઝારખંડ મુક્તિ મોરચાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. JMM પ્રમુખ શિબુ સોરેનને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે પાર્ટીની કાર્યશૈલી અને નીતિઓએ તેમને પાર્ટી છોડવા માટે મજબૂર કર્યા છે. શ્રી સોરેન ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ પોર્ટફોલિયો ઉપરાંત જળ સંસાધન વિભાગનો પોર્ટફોલિયો સંભાળતા હતા

ઓગસ્ટ 29, 2024 9:31 એ એમ (AM) ઓગસ્ટ 29, 2024 9:31 એ એમ (AM)

views 5

રક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ઈસ્ટર્ન નેવલ કમાન્ડની મુલાકાતે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ઈસ્ટર્ન નેવલ કમાન્ડની મુલાકાત લેશે. તેઓ નેવલ બેઝ, વિશાખાપટ્ટનમ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે. શ્રી સિંહ ઈસ્ટર્ન નેવલ કમાન્ડના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી નૌકાદળની કામગીરીની સમીક્ષા કરશે. ત્યારબાદ તેઓ કેરળના તિરુવનંતપુરમ જવા રવાના થશે

ઓગસ્ટ 29, 2024 8:59 એ એમ (AM) ઓગસ્ટ 29, 2024 8:59 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બહુવિધ મંચ-પ્રગતિની 44મી બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભાગીદારી સાથે અસરકારક શાસન વ્યરવસ્થાિ અને સમય પર કાર્યક્રમોના અમલીકરણના સંચાર ટેકનોલોજી પર આધારિત બહુવિધ મંચ-પ્રગતિની 44મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં માર્ગ જોડાણ સાથે સંબંધિત બે પરિયોજના, બે રેલવે અને કોલસા, ઉર્જા અને જળ સંસાધન ક્ષેત્રની એક -એકસહિત સાત મહત્વપૂર્ણ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જેની કુલ કિંમત 76 હજાર 500 કરોડ રૂપિયાથી વધુ છે. આ પરિયોજનાઓ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા,...

ઓગસ્ટ 29, 2024 8:42 એ એમ (AM) ઓગસ્ટ 29, 2024 8:42 એ એમ (AM)

views 7

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ અંતર્ગત 12 નવા ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ શહેરને મંજૂરી આપી – માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ અંતર્ગત 12 નવા ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ શહેરને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ માધ્યમોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ ઔદ્યોગિક ક્ષેત્રમાં સંયુક્ત અંદાજિત રોકાણ 28,602 કરોડ રૂપિયાનું રહેશે. શ્રી વૈષ્ણવે ઉંમેર્યું, આ ઔદ્યોગિક ક્ષેત્ર ઉત્તરાખંડના ખુરપિયા, પંજાબના રાજપુરા-પટિયાલા, મહારાષ્ટ્રના દિઘી, કેરળના પલક્કડ, ઉત્તરપ્રદેશના આગરા અને પ્રયાગરાજ, બિહારના ગયા, તેલંગાણાના જહીરાબાદ, આં...

ઓગસ્ટ 28, 2024 11:44 એ એમ (AM) ઓગસ્ટ 28, 2024 11:44 એ એમ (AM)

views 21

ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન દેશનાં ઉત્તર પશ્ચિમી ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. અમારા પ્રતિનિધી જણાવે છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે દબાણ પશ્ચિમ દિશામાં જઈ રહ્યું છે, જે આવતી કાલ સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના મેદાની અને દરિયાઇ વિસ્તારોમાં પ્રવેશીને પાકિસ્તાન તથા ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં પહોંચે તેવી સંભાવના છે. આને કારણે 31 ઓગસ્ટ સુધી ગુજરાત, સૌરા...

ઓગસ્ટ 28, 2024 11:34 એ એમ (AM) ઓગસ્ટ 28, 2024 11:34 એ એમ (AM)

views 13

પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 આજે પેરિસમાં સત્તાવાર રીતે શરૂ થશે

પેરાલિમ્પિક્સ ગેમ્સ 2024 આજે પેરિસમાં સત્તાવાર રીતે શરૂ થશે, અને 8 સપ્ટેમ્બર સુધી ચાલશે. ફ્રાન્સ પ્રથમ વખત સમર પેરાલિમ્પિક્સનું આયોજન કરી રહ્યું છે. તેએ અગાઉ 1992માં ટિગ્નેસ અને આલ્બર્ટવિલેમાં વિન્ટર પેરાલિમ્પિક્સનું આયોજન કર્યું હતું. આ આવૃત્તિમાં કુલ 84 ભારતીય પેરા એથ્લેટ ભાગ લેશે. પેરાલિમ્પિક ઈતિહાસમાં ભારતની આ સૌથી મોટી ટુકડી છે. ભારત આ સ્પર્ધામાં 22માંથી 12 રમતોમાં ભાગ લેશે, જેમાં પેરા સાઇકલિંગ, પેરા જુડો અને પેરા રોઇંગમાં પ્રથમ વાર રમશે.