સપ્ટેમ્બર 5, 2024 11:09 એ એમ (AM) સપ્ટેમ્બર 5, 2024 11:09 એ એમ (AM)

views 7

કેન્દ્રીય આંતર-મંત્રાલયની એક સમિતિ આજે આંધ્રપ્રદેશના પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે.

કેન્દ્રીય આંતર-મંત્રાલયની એક સમિતિ આજે આંધ્રપ્રદેશના કૃષ્ણા, એનટીઆર, ગુંટુર અને અન્ય પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિક સચિવ સંજીવ કુમાર જિંદાલના નેતૃત્વમાં આ ટીમ પૂરને કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કરશે અને પીડિતો સાથે વાતચીત કરશે. દરમિયાન આંધ્ર પ્રદેશમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય પૂરી પાડવા માટે-NDRF ની 26 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે સંકલન કરીને રાહત અને બચાવ કામગીરીમાં કરી રહી છે. અત્યાર સુધીમાં NDR...

સપ્ટેમ્બર 5, 2024 10:23 એ એમ (AM) સપ્ટેમ્બર 5, 2024 10:23 એ એમ (AM)

views 7

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ગઈકાલે સાંજે જાહેર કરાયેલી યાદી અનુસાર રાજ્યના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની લાડવા વિધાનસભા બેઠક પરથી, વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તા પંચકુલાથી અને પૂર્વ મંત્રી અનિલ વિજ અંબાલા કેન્ટ બેઠક પરથી ચૂંટણી લડશે. અસીમ ગોયલ અંબાલા સિટીથી, કંવરપાલ ગુર્જર જગાધરીથી અને ઘનશ્યામ દાસ અરોરા યમુના નગર બેઠક પરથી લડશે. ભાજપે સફીડોન વિધાનસભા બેઠક પરથી રામકુમાર ગૌતમ, તોહાનાથી દેવેન્દ્ર સિંહ બબલીને અને નારનૌલ વિધાનસભા બેઠક પરથી કેપ...

સપ્ટેમ્બર 5, 2024 10:14 એ એમ (AM) સપ્ટેમ્બર 5, 2024 10:14 એ એમ (AM)

views 7

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. જાહેરનામું બહાર પડતાં જ નામાંકન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ આ મહિનાની 12 તારીખ છે, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 13 તારીખે કરવામાં આવશે. નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર છે. 90 સભ્યોની હરિયાણા વિધાનસભા માટે 5 ઓક્ટોબરે મતદાન થશે અને મતગણતરી 8 ઓક્ટોબરે થશે.

સપ્ટેમ્બર 5, 2024 9:54 એ એમ (AM) સપ્ટેમ્બર 5, 2024 9:54 એ એમ (AM)

views 5

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે આજે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન ખાસ શિક્ષકો માટે ખુલ્લું રહેશે.

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે આજે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન ખાસ શિક્ષકો માટે ખુલ્લું રહેશે. રાષ્ટ્રપતિ સચિવાલયની એક યાદીમાં જણાવાયું છે કે અમૃત ઉદ્યાનમાં પ્રવેશ રાષ્ટ્રપતિ ભવનના ગેટનંબર 35 થી કરી શકાશે . મુલાકાતીઓની સુવિધા માટે, સેન્ટ્રલ સચિવાલય મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 35 સુધી નિઃશુલ્ક શટલ સેવા ચલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમૃત ઉદ્યાન ગયા મહિનાની 16મી તારીખથી જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું હતું અને તે 15મી સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે. અમૃત ઉદ્યાનની મુલાકાતનો સમય સવારે 10 થી સાંજના 6 વા...

સપ્ટેમ્બર 5, 2024 9:07 એ એમ (AM) સપ્ટેમ્બર 5, 2024 9:07 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે દેશના પહેલાં ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ અને રાષ્ટ્રિય શિક્ષક દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે ગુજરાતના 2 સહિત 50 શિક્ષકને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 એનાયત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો હેતુ દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનને સન્માનિત કરવાનો છે. શાળા શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરનારા અને વિદ્યાર્થીઓના જીવનને સમૃદ્ધ બનાવનારા શિક્ષકોને આ પુરસ્કાર માટે પસંદ કરાયા છે. ઉપરાંત ઉચ્ચ શિક્ષણ વિભા...

સપ્ટેમ્બર 4, 2024 12:06 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2024 12:06 પી એમ(PM)

views 3

બનાસકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેકટ અંતર્ગત 3 હજાર 516 તાલીમ થકી જિલ્લાના 83 હજાર 442 જેટલા ખેડૂતને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરાયા

બનાસકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેકટ અંતર્ગત 3 હજાર 516 તાલીમ થકી જિલ્લાના 83 હજાર 442 જેટલા ખેડૂતને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરાયા છે એમ જિલ્લાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે. જિલ્લામાં કૃષિસખી અને પશુસખીની કુલ 1 હજાર 198 મહિલાઓને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવી હતી.

સપ્ટેમ્બર 4, 2024 11:53 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 11:53 એ એમ (AM)

views 7

જૈનોના પર્વ પર્યુષણના આજે પાંચમા દિવસે મહાવીર જન્મ વાંચન દિવસની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે.

જૈનોના પર્વ પર્યુષણના આજે પાંચમા દિવસે મહાવીર જન્મ વાંચન દિવસની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે. રાજ્યભરના જૈન સંધોમાં આજે ધામધૂમપૂર્વક મહાવીર જન્મ વાંચનની ઉજવવામાં આવશે અને ત્રિશલા માતાને આવેલા 14 મહાસ્વપ્નના દર્શન કરાવાશે. કલ્પસૂત્રનું વાંચન કરાશે. જૈન ધર્મમાં કલ્પસૂત્રનો ખૂબ જ મહિમા છે, જૈન શ્રાવક - શ્રાવિકાઓ આજે ખૂબ જ ભાવથી કલ્પસૂત્રનું શ્રવણ કરશે. મહાવીર પ્રભુને પારણે પધરાવી ઝુલાવવામાં આવશે. પ્રત્યેક જિનાલયમાં મહાપૂજા સાથે પ્રભુજીની ભવ્યાતિભવ્ય આંગી કરાશે.

સપ્ટેમ્બર 4, 2024 11:00 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 11:00 એ એમ (AM)

views 10

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પંચમહાલ અને દાહોદ તેમજ વડોદરા તેમજ ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ અને જ્યારે અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉપરાંત આજે પણ ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ છે. જ્યારે દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

સપ્ટેમ્બર 4, 2024 10:14 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 10:14 એ એમ (AM)

views 7

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે ઉત્તર તમિલનાડુ, કર્ણાટકને અડીને આવેલા રાયલસીમા, રાજસ્થાન, દક્ષિણ મરાઠવાડાને અડીને આવેલા તેલંગાણા, દક્ષિણ હરિયાણા, પશ્ચિમ અને ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે. ઉત્તરાખંડ, પશ્ચિમ બિહાર, પૂર્વ ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ રાત્રિ દરમિયાન...

સપ્ટેમ્બર 4, 2024 9:20 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 9:20 એ એમ (AM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા અને ઑલ ત્રિપુરા ટાઈગર ફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરાશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા અને ઑલ ત્રિપુરા ટાઈગર ફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરાશે. દરમિયાન ત્રિપુરાના મુખ્યમંત્રી મનિક સાહા અને ગૃહ મંત્રાલય અને ત્રિપુરા સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. ઉત્તર પૂર્વમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે કેન્દ્રએ 12 મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આમાંથી ત્રણ કરાર ત્રિપુરા સાથે સંબંધિત છે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા અનેક કરારો પર હસ્તાક્ષ...