જાન્યુઆરી 11, 2026 1:07 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા 2026 કાર્યક્રમે અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ નોંધણીઓ સાથે એક નવો વિક્રમ બનાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા 2026 કાર્યક્રમે અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ નોંધણીઓ સાથે એક નવો વિક્રમ બનાવ્યો છે, જે ગયા વર્ષના ગિનિસ વિશ્વ વિક્રમ 3.56 કરોડ નોંધણીને વટાવી ગયો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આ માહિતી શેર કરતાં જણાવ્યુ કે આ પહેલ વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત પરીક્ષા વાતાવરણને પ્રોત્સાહન આપતી રાષ્ટ્રવ્યાપી ચળવળમાં ફેરવાઈ છે. તેમણે "પરીક્ષા યોદ્ધાઓ" તરીકે ઓળખાતા વિદ્યાર્થીઓને આ વર્ષની આવૃત્તિમાં સક્રિયપણે જોડાવા અને પરીક્ષા નજીક આવતાની સાથે આત્મવિશ્...

જાન્યુઆરી 11, 2026 7:30 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાયા – પ્રધાનમંત્રીએ સોમનાથને પ્રેમનો સંદેશ આપનારું મંદિર ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિભાજનકારી તત્વોને હરાવવા માટે એક રહેવાની અપીલ કરી છે. પ્રભાસ પાટણમાં “સોમનાથ સ્વાભિમાન પર્વ” નિમિત્તે દેશવાસીઓને તેમના મૂળ સાથે જોડાયેલા રહેવા અને વિકસિત ભારત માટે ખભાથી ખભો મિલાવીને ચાલવા આહ્વાન કર્યું. પ્રધાનમંત્રીએ સોમનાથ સ્વાભિમાન પર્વને અતૂટ આસ્થા અને સમર્પણનો પર્વ ગણાવ્યો. તેમણે કહ્યું, આ માત્ર ઐતિહાસિક વૈભવનું જ પ્રતીક નહીં, પરંતુ તે સોમનાથ મંદિરની અનંત યાત્રાને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવાની તક પણ છે. પ્રધાનમંત્રીએ કહ્યું, આપણી સભ્યતા આપણને બીજાને હરા...

ફેબ્રુવારી 20, 2025 9:17 એ એમ (AM)

views 35

શ્રીમતી રેખા ગુપ્તા આજે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

શ્રીમતી રેખા ગુપ્તા આજે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગઈકાલે દિલ્હી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નેતા તરીકે ચૂંટાયા બાદ, તેઓ રાજભવન ખાતે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને મળ્યા અને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. આજે બપોરે 12.35 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર રેખા ગુપ્તાને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવશે. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ પણ હાજરી આપી શકે છે. આ કાર્યક્રમમાં લગભગ 20 રાજ્યોના મુ...

ફેબ્રુવારી 19, 2025 8:46 એ એમ (AM)

views 65

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ થશે.

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ થશે. આજે પહેલા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી સત્રની શરૂઆત થશે. જ્યારે આવતીકાલે નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરશે. આ સત્ર દરમિયાન સરકારી ખરડા, સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા અંગે બેઠકમાં ચર્ચા કરાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, આ સત્રને ધ્યાનમાં રાખી 6 નાયબ પોલીસ અધીક્ષક, 10 પોલીસ ઇન્સ્પેક્ટર, 35 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 660થી વધુ જવાન ફરજ પર તહેનાત રહેશે. જ્યારે વિશેષ...

ફેબ્રુવારી 19, 2025 8:44 એ એમ (AM)

views 95

ભારત અને કતાર વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર. – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કતાર સાથે ભારતના સંબંધો સદીઓ જૂના છે અને બંને દેશો વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રોમાં વિશ્વસનીય ભાગીદાર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-સાનીનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ એવું સૂચન કર્યું કે ભારત અને કતારે નવીનતા, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સમાં સહયોગ વધારવા માટે તેમની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું કે બંને દેશોએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શાંતિ, પ્રગતિ અને...

ફેબ્રુવારી 12, 2025 9:04 એ એમ (AM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પેરિસમાં 14મા ભારત-ફ્રાન્સ સીઈઓ મંચને સંબોધિત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગઈકાલે પેરિસમાં 14મા ભારત-ફ્રાન્સ સીઈઓ મંચને સંબોધિત કર્યું. બંને નેતાઓએ વેપાર સંબંધોને મજબૂત કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બંને દેશોના ઉદ્યોગના ટોચના પ્રતિનિધિઓએ સંરક્ષણ, એરોસ્પેસ, કૃત્રિમ બુદ્ધિમત્તા, માળખાગત સુવિધાઓ અને ટકાઉ વિકાસના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પ્રધાનમંત્રીએ વૈશ્વિક રોકાણ સ્થળ તરીકે ભારતના વધતા આકર્ષણ પર પ્રકાશ પાડી સ્થિર નીતિઓ અને તાજેતરના આર્થિક સુધારાઓ પર ભાર...

જાન્યુઆરી 23, 2025 1:57 પી એમ(PM)

views 25

અમેરિકામાં નેશવિલેમાં એન્ટિઓક હાઇસ્કુલ ખાતે ગઈકાલે થયેલા ગોળીબારમાં બે વિદ્યાર્થિઓનાં મૃત્યુ થયા છે

અમેરિકામાં નેશવિલેમાં એન્ટિઓક હાઇસ્કુલ ખાતે ગઈકાલે થયેલા ગોળીબારમાં બે વિદ્યાર્થિઓનાં મૃત્યુ થયા છે. પોલિસનાં જણાવ્યા પ્રમાણે 17 વર્ષિય વિદ્યાર્થીએ પિસ્તોલથી કેફેટેરિયામાં અનેક વાર ગોળીબાર કર્યો હતો, જેમાં 16 વર્ષના વિદ્યાર્થિનું મૃત્યુ થયું હતું અને 1 વિદ્યાર્થીને ઇજા થઈ હતી. બાદમાં, સોલોમોન હેન્ડરસન નામાના આ શૂટરે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બીજી મુદતનાં પ્રથમ જ દિવસે આ ઘટના બની હતી. 2024માં અમેરિકાની 39 શાળાઓમાં ગોળીબારની ઘટના બની હતી. 2024માં અમેરિકમાં...

જાન્યુઆરી 22, 2025 9:59 એ એમ (AM)

views 6

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે.

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે. દીકરીઓનાં રક્ષણ, શિક્ષણ અને સશક્તિકરણ માટે એક દાયકાનાં સતત પ્રયાસોની સફળતા પ્રસંગે આજે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સશસ્ત્ર દળો, અર્ધ લશ્કરી દળો, દિલ્હી પોલિસ, વિદ્યાર્થિનીઓ અને આંગણવાડી કાર્યકરો ભાગ લેશે. 10મી વર્ષગાંઠની ઉજવણી 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સુધી ચાલશે. રાજ્ય અને જિલ્લા સ્તરે પણ આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

ડિસેમ્બર 26, 2024 9:05 એ એમ (AM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે વીર બાળ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે વીર બાળ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનનો પ્રારંભ કરાવશે. જેનો ઉદેશ્ય પોષણ સંબંધિત સેવાઓના સુદઢ અમલીકરણ અને સક્રિય સમુદાયની ભાગીદારીને સુનિશ્ચિત કરીને સુખાકારીમાં વધારો કરવાનો છે. આ કાર્યક્રમમાં અંદાજે ત્રણ હજાર 500 બાળકો અને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વીર બાળ દિવસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને દેશ પ્રત્યે સમર્પણની સંસ્કૃતિને પ્રોત્સ...

ડિસેમ્બર 26, 2024 8:59 એ એમ (AM)

views 22

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં અસાધારણ સિદ્ધિઓ માટે 17 બાળકોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં અસાધારણ સિદ્ધિઓ માટે 17 બાળકોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરશે. 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બાળકોને આ પુરસ્કારો 7 શ્રેણીમાં એનાયત કરાશે. કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા, રમતગમત અને પર્યાવરણમાં સિદ્ધિઓ માટે સરકાર બાળકોને બાળ પુરસ્કારથી સન્માનિત કરે છે. દરેક પુરસ્કાર મેળવનારને ચંદ્રક, પ્રમાણપત્ર અને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે.