ઓક્ટોબર 11, 2024 7:39 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 7:39 પી એમ(PM)
4
પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી. કે. મિશ્રાએ વધુ વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો
પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી. કે. મિશ્રાએ દિલ્હીમાં ધૂળમાં સમસ્યા ઉકેલવાના ભાગરૂપે ખુલ્લા વિસ્તારો અને રસ્તાની આજુબાજુમાં વધુ વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો છે. દિલ્હી સરકાર દ્વારા બોલાવેલી બેઠકમાં શ્રી મિશ્રાએ શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા ટૂંકા અને લાંબાગાળાના પગલાં ઝડપથી અમલમાં મૂકવા અને પ્રદૂષણને નિયંત્રણમાં લેવા કાયદાઓને અસરકારક રીતે અમલમાં મૂકવા પર પણ ભાર મૂક્યો હતો.