જાન્યુઆરી 23, 2025 7:23 પી એમ(PM)

views 8

ભારતીય સેના 76 માં પ્રજાસત્તાક દિને કર્તવ્ય પથ પર યોજાનારી પરેડ માટે સજ્જ છે

ભારતીય સેના 76 માં પ્રજાસત્તાક દિને કર્તવ્ય પથ પર યોજાનારી પરેડ માટે સજ્જ છે. ત્યારે આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતાં, મેજર જનરલ સુમિત મહેતાએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ એક માઉન્ટેડ કોલમ, આઠ મિકેનાઇઝ્ડ કોલમ અને છ માર્ચિંગ કન્ટિંજન્ટ દ્વારા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ વખતે યુદ્ધક્ષેત્રની દેખરેખ પ્રણાલી અને DRDO દ્વારા પ્રલય શસ્ત્ર પ્રણાલીનું ચિત્રણ પરેડનું મુખ્ય આકર્ષણ રહેશે. પરેડ દરમિયાન, ભીષ્મ T90 ટેન્ક, નાગ મિસાઇલ સિસ્ટમ, બજરંગ લાઇટ સ્પેશિયાલિસ્ટ વાહન, નંદીઘોષ ક્વ...