જાન્યુઆરી 26, 2025 9:01 એ એમ (AM) જાન્યુઆરી 26, 2025 9:01 એ એમ (AM)

views 4

76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 11 મરણોત્તર સહિત ૯૩ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓને શૌર્ય પુરસ્કારો આપવાની જાહેરાત કરી છે.

76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 11 મરણોત્તર સહિત ૯૩ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓને શૌર્ય પુરસ્કારો આપવાની જાહેરાત કરી છે. આમાં એક મરણોત્તર સહિત બે કીર્તિ ચક્ર, ત્રણ મરણોત્તર સહિત 14 શૌર્ય ચક્ર, એક બાર ટુ સેના ચંદ્રક (વીરતા), સાત મરણોત્તર સહિત 66 સેના ચંદ્રક, બે નાઓ સેના ચંદ્રક (વીરતા) અને આઠ વાયુ સેના ચંદ્રક (વીરતા)નો સમાવેશ થાય છે. મેજર મનજીત અને નાઈક દિલવાર ખાનને મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માનીત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ સશસ્ત્ર દળો...

જાન્યુઆરી 26, 2025 8:58 એ એમ (AM) જાન્યુઆરી 26, 2025 8:58 એ એમ (AM)

views 5

76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ 2025 માટે 139 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી.

76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ 2025 માટે 139 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ યાદીમાં 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મ ભૂષણ અને 113 પદ્મ શ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. પુરસ્કાર વિજેતાઓમાં 23 મહિલાઓ, વિદેશી, બિન-નિવાસી ભારતીય, ભારતીય મૂળના લોકો અને ભારતના વિદેશી નાગરિકોની શ્રેણીના 10 વ્યક્તિઓ અને 13 મરણોત્તર પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે. ભારતીય લેખક એમટી વાસુદેવન નાયર, સુઝુકી મોટર કોર્પોરેશન, ઓસામુ સુઝુકીના ભૂતપૂર્વ ચેરમેન અને ગાયિકા શારદા સિંહાને મરણોત્તર પદ્મ વિ...

જાન્યુઆરી 26, 2025 8:51 એ એમ (AM) જાન્યુઆરી 26, 2025 8:51 એ એમ (AM)

views 3

દેશ આજે ગૌરવભેર 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે- રાષ્ટ્રપતિ દ્રૌપદિ મુર્મૂ નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક ઉજવણીનું નેતૃત્વ કરશે.

આજે રાષ્ટ્ર 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાષ્ટ્રની આગેવાની કરશે. પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને લગભગ 90 મિનિટ સુધી ચાલશે. કર્તવ્યપથ ખાતે પ્રસ્તુત થનાર પ્રજાસત્તાક દિવસની પરેડ ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી પરાક્રમનું અનોખું મિશ્રણ હશે, જેમાં બંધારણના અમલીકરણના 75 વર્ષ અને જનભાગીદારી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રજાસત્તાક દિવસની પરેડ પ્રધાનમંત્રી નરેન્દ્ર ...

જાન્યુઆરી 26, 2025 8:10 એ એમ (AM) જાન્યુઆરી 26, 2025 8:10 એ એમ (AM)

views 4

76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ગઈકાલે સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરાઈ છે.

76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ગઈકાલે સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરાઈ છે. આ પુરસ્કારમાં રાજ્યનાં આઠ મહાનુભાવોનો સમાવેશ કરાયો છે. ભારત સરકારની જાહેરાત મુજબ, નૃત્ય ક્ષેત્રે અનન્ય સિદ્ધિઓ હાંસલ કરનારાં કુમુદિનીબેન લાખિયાને પદ્મવિભૂષણથી સન્માનવામાં આવ્યાં છે. જ્યારે વેપાર ઉદ્યોગ ક્ષેત્રે અગ્રણી પંકજ પટેલને પદ્મભૂષણ, સાહિત્ય ક્ષેત્રે સ્વર્ગીય ચંદ્રકાન્ત શેઠને મરણોત્તર પદ્મશ્રી સન્માન મળ્યું છે. જ્યારે આર્કિટેક ક્ષેત્રે ચંદ્રકાન્ત સોમપુરા, કળા ક્ષેત્રે સુરેન્દ્રનગરના લવજી ન...

જાન્યુઆરી 26, 2025 8:06 એ એમ (AM) જાન્યુઆરી 26, 2025 8:06 એ એમ (AM)

views 7

નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આજે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે યોજાનાર પરેડમાં હાજર રહેવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા રાજ્યના 150થી વધુ લોકોને આમંત્રણ અપાયું છે.

નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આજે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે યોજાનાર પરેડમાં હાજર રહેવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા રાજ્યના 150થી વધુ લોકોને આમંત્રણ અપાયું છે. બનાસકાંઠામાં ગુજરાત આદિજાતિ નિગમના અધિકારી દશરથ સુથારે પરેડ માટે આમંત્રણ અંગે પ્રતિક્રિયા આપી હતી. આમંત્રણ મેળવનારા બનાસકાંઠાના ખેડૂત કનુભાઈ રાણાએ પ્રતિક્રિયા આપી હતી. આ તરફ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ કેવડી શિક્ષણ કેન્દ્ર ખાતે ભણતાં પ્રિકલ શાહને પણ પરેડમાં ભાગ લેવા આમંત્રણ મળ્યું છે. આ અંગે પ્રિકલ શાહનાં માતા શિવા શાહે માહિતી આ...