માર્ચ 13, 2025 3:10 પી એમ(PM) માર્ચ 13, 2025 3:10 પી એમ(PM)

views 6

દેશભરમાં આજે હોળી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છેઃ મથુરા, વૃંદાવનમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

આજે દેશભરમાં હોળીનું પર્વ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં વ્રજ, મથુરા અને વૃંદાવનમાં વસંત પંચમીથી જ એક મહિના સુધી હોળીની ઉજવણી શરૂ થઈ જાય છે,જેનાં ભાગ રૂપે લઠમાર હોલી, ફુલોં કી હોલી અને લડ્ડુ માર હોલી રમાય છે. આજે સાંજે હોલિકા દહન કરવામાં આવશે અને 15થી 21 માર્ચ દરમિયન બલદેવ દાઉજીના મંદિર તથા અન્ય સ્થળોએ હુરંગા ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથ ગોરખપુરમાં આજે સાંજે હોળિકા દહન શોભયાત્રામાં ભાગ લેશે. રાજસ્થાનમાં પરંપરાગત રીતે હોળી ઉજવવામાં આવી રહી છે. જયપુરમાં ગોવિંદદ...

માર્ચ 12, 2025 6:22 પી એમ(PM) માર્ચ 12, 2025 6:22 પી એમ(PM)

views 5

હોળી અને ધુળેટીના તહેવાર દરમિયાન અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને વલસાડમાં આ વખતે ઇમરજન્સી કેસ વધારે નોંધાવવાની શક્યતા

હોળી અને ધુળેટીના તહેવાર દરમિયાન અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને વલસાડમાં આ વખતે ઇમરજન્સી કેસ વધારે નોંધાવવાની શક્યતા છે. આવા કેસને પહોંચી વળવા મોટા ભાગના જિલ્લાઓમાં 838 રોડ એમ્બ્યુલન્સ, બે બોટ એમ્બ્યુલન્સ અને એક 108 ઇમરજન્સીની એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું 108 ઇમરજન્સીના ચીફ ઑપરેટિંગ ઑફિસર જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું.

માર્ચ 12, 2025 6:20 પી એમ(PM) માર્ચ 12, 2025 6:20 પી એમ(PM)

views 6

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આવતીકાલે સાંજે સાત વાગ્યે હોળી પ્રગટાવાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આવતીકાલે સાંજે સાત વાગ્યે હોળી પ્રગટાવાશે. જ્યારે મંદિરમાં સાંજે સાડા છ વાગ્યે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરાશે. આ ઉપરાંત મંદિરમાં પૂનમની આરતી શુક્રવારે સવારે છ વાગ્યે થશે. આ વખતે આવતીકાલે અને શુક્રવારે એમ બે દિવસ પૂનમ હોવાથી ભક્તોને બે પૂનમની આરતીનો લ્હાવો મળશે. અંબાજી મંદિરે પૂનમ ભરવા આવનારા ભક્તો માટે પૂનમ શુક્રવારે ગણાશે તેમ અંબાજી મંદિરના ભટ્ટજી ભરત પાધ્યાએ જણાવ્યું હતું.