માર્ચ 31, 2025 6:25 પી એમ(PM) માર્ચ 31, 2025 6:25 પી એમ(PM)

views 10

બિહાર હોકી ઇન્ડિયાના સહયોગથી મેન્સ હોકી હીરો એશિયા કપ 2025નું આયોજન કરશે.

બિહાર હોકી ઇન્ડિયાના સહયોગથી મેન્સ હોકી હીરો એશિયા કપ 2025નું આયોજન કરશે. એશિયા કપની આ 12મી આવૃત્તિ હશે. હોકી ઇન્ડિયા અને બિહાર રાજ્ય રમતગમત સત્તામંડળ વચ્ચે પટણામાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમનું આયોજન 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર, 2025ની વચ્ચે કરવામાં આવશે. દક્ષિણ કોરિયા, ભારત અને પાકિસ્તાન જેવા એશિયાના ટોચના હોકી રમનારા દેશો સહિત કુલ આઠ ટીમો આ ટુર્નામેન્ટમાં રમશે.

ફેબ્રુવારી 26, 2025 8:45 એ એમ (AM) ફેબ્રુવારી 26, 2025 8:45 એ એમ (AM)

views 2

હોકી FIH પ્રો લીગમાં ભારતની મહિલા ટીમે ભુવનેશ્વરનાં કલિંગા સ્ટેડિયમમાં ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડ્સ સામે શૂટ આઉટમાં રોમાંચક વિજય મેળવ્યો હતો.

હોકી FIH પ્રો લીગમાં ભારતની મહિલા ટીમે ભુવનેશ્વરનાં કલિંગા સ્ટેડિયમમાં ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડ્સ સામે શૂટ આઉટમાં રોમાંચક વિજય મેળવ્યો હતો. હાફ ટાઇમમાં નેધરલેન્ડ્સ 2-0થી આગળ હતું. જો કે, ભારતે દિપીકા અને બલજીત કૌરનાં ગોલની મદદથી રમતમાં મજબૂત પુનરાગમન કર્યું હતું, જ્યારે નેધરલેન્ડ્સ વતી મારિજિન વીને એક ગોલ કરતા ભારતનો વિજય થયો હતો. આઠ મેચમાં નવ પોઇન્ટ સાથે ભારત હાલ છઠ્ઠા ક્રમે છે.

ફેબ્રુવારી 17, 2025 2:22 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 2:22 પી એમ(PM)

views 4

ભારતીય પુરુષ હોકી ટીમે ગઈકાલે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં સ્પેન સામે 2-0થી વિજય મેળવીને FIH પ્રો લીગમાં પોતાના પ્રથમ પોઈન્ટ મેળવ્યા

ભારતીય પુરુષ હોકી ટીમે ગઈકાલે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં સ્પેન સામે 2-0થી વિજય મેળવીને FIH પ્રો લીગમાં પોતાના પ્રથમ પોઈન્ટ મેળવ્યા છે. પ્રથમ મેચમાં 1-3થી હાર્યા બાદ ભારતે ગઈકાલે રમાયેલી મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું. મનદીપ સિંહે 32મી મિનિટે ત્યારબાદ 39મી મિનિટે દિલપ્રીત સિંહે ગોલ કર્યો હતો. ભારતીય પુરુષ ટીમનો મુકાબલો આવતીકાલે જર્મની સામે થશે. આ સાથે મહિલાઓની હોકી મેચમાં ભારતનો ઇંગ્લેન્ડ સામે શૂટઆઉટમાં 1-2થી પરાજય થયો હતો. ભારત તરફથી નવનીત કૌર અને રુતુજા પિસાલે ગોલ કર્યો હતો. ભારતીય મહિલા ટીમ...

ફેબ્રુવારી 14, 2025 7:21 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 7:21 પી એમ(PM)

views 7

સૌરાષ્ટ્ર ઝોન ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજકોટમાં યોજાયેલી રાજકોટ અને અમરેલી વચ્ચેની હોકી મેચમાં રાજકોટ શહેરે અમરેલીને 7 ગોલથી હરાવ્યું

સૌરાષ્ટ્ર ઝોન ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજકોટમાં યોજાયેલી રાજકોટ અને અમરેલી વચ્ચેની હોકી મેચમાં રાજકોટ શહેરે અમરેલીને 7 ગોલથી હરાવ્યું છે. આજે યોજાયેલી મેચમાં 15 મિનિટમાં કુલ ચાર રાઉન્ડના અંતે અમરેલીની ટીમે બે ગોલ કરી બીજું સ્થાન મેળવ્યું છે. આ બંને ટીમ રાજ્યકક્ષાની અંતિમ સ્પર્ધામાં ભાગ લેશે.

ડિસેમ્બર 12, 2024 2:11 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 2:11 પી એમ(PM)

views 3

હોકીમાં, ભારત આજે મસ્કતમાં મહિલા જુનિયર એશિયા કપની તેની ચોથી અને અંતિમ લીગ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાશે

હોકીમાં, ભારત આજે મસ્કતમાં મહિલા જુનિયર એશિયા કપની તેની ચોથી અને અંતિમ લીગ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાશે. ગઈકાલે ભારત તેની ત્રીજી મેચમાં ચીન સામે 1-2થી હારી ગયું હતું. આ જીત સાથે, ચીન પુલ-Aમાં નવ પોઈન્ટ સાથે ટોચ પર છે, અને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે ભારત અને મલેશિયા છ-છ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. સેમિફાઇનલ શનિવારે અને ફાઇનલ રવિવારે યોજાશે. ભારતે જાપાનમાં રમાયેલી આ સ્પર્ધાની છેલ્લી આવૃત્તિમાં ફાઇનલમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવીને ખિતાબ જીત્યો હતો.

સપ્ટેમ્બર 16, 2024 2:32 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2024 2:32 પી એમ(PM)

views 11

ભારત અને દક્ષિણ કૉરિયા વચ્ચે આજે હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024ની સેમિ-ફાઈનલની મેચ ચીનમાં રમાશે

ચીનમાં આજે ભારત અને દક્ષિણ કૉરિયા વચ્ચે હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024ની સેમિ-ફાઈનલની મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. ભારત આ સ્પર્ધામાં અત્યાર સુધી એક પણ મેચ ન હારનારી ટીમ છે. અગાઉ ભારતે ચીનને ત્રણ શૂન્યથી, જાપાનને પાંચ—એકથી, મલેશિયાને આઠ—એકથી, કૉરિયાને ત્રણ—એકથી અને પાકિસ્તાનને બે—એકથી હરાવ્યું છે. દરમિયાન સેમિ-ફાઈનલની પહેલી મેચ પાકિસ્તાન અને ચીન વચ્ચે રમાશે.

સપ્ટેમ્બર 10, 2024 9:02 એ એમ (AM) સપ્ટેમ્બર 10, 2024 9:02 એ એમ (AM)

views 5

હોકીમાં ગઈ કાલે ચીનનાં હુલુનબુઇરમાં રમાયેલી પુરુષોની એશિયન ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટની પોતાની બીજી મેચમાં વર્તમાન ચેમ્પિયન ભારતે જાપાન સામે 5-1થી ભવ્ય વિજય મેળવ્યો

હોકીમાં ગઈ કાલે ચીનનાં હુલુનબુઇરમાં રમાયેલી પુરુષોની એશિયન ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટની પોતાની બીજી મેચમાં વર્તમાન ચેમ્પિયન ભારતે જાપાન સામે 5-1થી ભવ્ય વિજય મેળવ્યો હતો. ચાર વારનાં ચેમ્પિયન ભારતે અગાઉ પ્રથમ મેચમાં ચીનને 3-શૂન્યથી પરાજય આપ્યો હતો. હરમનપ્રીત સિંહનાં નેતૃત્વ હેઠળની ટીમ આવતી કાલે મલેશિયા સામે રમશે.

ઓગસ્ટ 1, 2024 2:07 પી એમ(PM) ઓગસ્ટ 1, 2024 2:07 પી એમ(PM)

views 2

પેરિસ ઓલિમ્પિકમાં ભારત નિશાનેબાજી, મુક્કેબાજી, હોકી અને ટેબલ ટેનિસ સહિતની રમતોમાં ભાગ લેશે

પેરિસ ઓલિમ્પિકમાં ભારતનાં મુક્કેબાજ લવલિના બોર્ગોહેઇને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોફ્સ્ટાડ સુન્નિવા સામે સરળ વિજય મેળવ્યો હતો.પેરિસ ઓલિમ્પિકમાં ભારતનાં મુક્કેબાજ લવલિના બોર્ગોહેઇને મહિલાઓના 75 કિલો વજન વર્ગમાં 16મા રાઉન્ડમાં હોફ્સ્ટાડ સુન્નિવા સામે સરળ વિજય મેળવ્યો હતો. અન્ય બોક્સર નિશાંત દેવ પણ બોક્સિંગમાં 71 કિલો વજન વર્ગમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યાં છે. ભારતનાં ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલા પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંકિત ચીનનાં સુન યિંગ્શા સામે હારી ગયાં ...