માર્ચ 2, 2025 8:06 પી એમ(PM)

views 15

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જનતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ્યાં પણ જરૂર હોય ત્યાં વિમાનમથક વિકસાવવા માટે સક્રિય છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જનતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ્યાં પણ જરૂર હોય ત્યાં વિમાનમથક વિકસાવવા માટે સક્રિય છે. હૈદરાબાદમાં કેન્દ્રીય કોલસા ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી સાથે પત્રકારોને સંબોધતા શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ક્રાંતિકારી ઉડાન યોજન અંતર્ગત સરકારે દ્વિતીય અને તૃતીય સ્તરના શહેરોમાં વિમાનમથકો વિક્સાવ્યા છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તેલંગાણા રાજ્યના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં બીજું વિમાનથક વિકસાવવા માટે તૈયાર ...

ડિસેમ્બર 19, 2024 1:54 પી એમ(PM)

views 13

હૈદરાબાદમાં રમાયેલી સંતોષ ટ્રોફી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં, પશ્ચિમ બંગાળે રાજસ્થાનને 2-0થી હરાવીને 78મી સિનિયર નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું

હૈદરાબાદમાં રમાયેલી સંતોષ ટ્રોફી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં, પશ્ચિમ બંગાળે રાજસ્થાનને 2-0થી હરાવીને 78મી સિનિયર નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ડેક્કન એરેના ખાતે ગ્રુપ Aની અન્ય મેચમાં જમ્મુ અને કાશ્મીરે મણિપુરને 1-1થી ડ્રો પર રાખ્યું હતું. 32 વખતની ચેમ્પિયન બંગાળ હવે ત્રણ મેચમાં નવ પોઈન્ટ પર છે. મણિપુર ત્રણમાંથી સાત પોઈન્ટ પર છે અને જમ્મુ અને કાશ્મીરે અંતિમ રાઉન્ડનો પ્રથમ પોઈન્ટ મેળવ્યો છે.

ઓક્ટોબર 15, 2024 10:59 એ એમ (AM)

રણજી ટ્રોફીમાં ગુજરાત-બરોડાનો વિજયી પ્રારંભ, સૌરાષ્ટ્રે હારનો સામનો કર્યો

રણજી ટ્રોફીમાં ગુજરાત અને બરોડાએ વિજયી પ્રારંભ કર્યો છે. જ્યારે સૌરાષ્ટ્રે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત હૈદરાબાદ વચ્ચેની મેચમાં ગુજરાતે હૈદરાબાદને 126 રને પરાજ્ય આપ્યો હતો. આ મેચમાં ગુજરાતે પ્રથમ ઇનિંગમાં 343 અને હૈદરાબાદે 248 રન કર્યા હતા. બીજી ઇનિંગમાં ગુજરાત 201 રને ઓલઆઉટ થતાં હૈદરાબાદને જીત માટે 297 રનનો પડકાર મળ્યો હતો પરંતુ હૈદરાબાદ ચોથા દિવસની રમતમાં 170 રને ઓલઆઉટ થતાં તેની 126 રન હાર થઈ હતી. બરોડા મુંબઈ વચ્ચેની મેચમાં બરોડાએ મુંબઈને 84 રને હરાવ્યું છે. આ મેચમાં બરોડાએ પ્રથમ ઇનિંગ...