નવેમ્બર 10, 2024 8:21 એ એમ (AM) નવેમ્બર 10, 2024 8:21 એ એમ (AM)

views 1

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે સાત દિવસીય રાષ્ટ્રીય એકતા શિબિરનો પ્રારંભ થયો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે સાત દિવસીય રાષ્ટ્રીય એકતા શિબિરનો પ્રારંભ થયો છે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી આ રાષ્ટ્રીય શિબિરને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે યુનિવર્સિટી કેમ્પસમાં એનએસએસ રેલી પણ યોજાઇ હતી. આ એકતા શિબિરમાં સમગ્ર દેશમાંથી ૧૧ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશના મળી કુલ ૨૧૦ એન.એસ.એસ. સ્વયં સેવકો ભાગ લઇ રહ્યા છે. આ શિબિર દરમિયાન "માય ભારત પોર્ટલ" વિષય પર વ્યાખ્યાન, “વિકસિત ભારત” વિષય પર મોનો એક્ટિંગ અને પોસ્ટર મેકિંગ સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા સહિતના સ...

સપ્ટેમ્બર 9, 2024 4:03 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 4:03 પી એમ(PM)

views 4

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસની આંતર-કૉલેજ કબડ્ડી સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસની આંતર-કૉલેજ કબડ્ડી સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે. આ અંગે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ ફિઝિકલ એજ્યુકેશનના નિયામક ડૉ. ચિરાગ પટેલે જણાવ્યું કે, સ્પર્ધામાં પાંચ જિલ્લાની કૉલેજની કુલ 92 ટીમ અને એક હજાર 104 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. 11 સપ્ટેમ્બરે વિદ્યાર્થિનીઓની સ્પર્ધાનો પ્રારંભ થશે. સ્પર્ધાના અંતે ભાગ લેનારા ખેલાડીઓમાંથી એક-એક ટીમ પસંદ કરાશે અને તે આંતર યુનિવર્સિટીકક્ષાએ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે