જૂન 3, 2025 5:41 પી એમ(PM) જૂન 3, 2025 5:41 પી એમ(PM)

views 7

રાજ્યના 24 હજારથી વધુ હાથસાળ અને હસ્તકળાના કારીગરોએ ગત ત્રણ વર્ષમાં દેશભરમાં 124 કરોડ રૂપિયાથી વધુની વસ્તુઓનું વેચાણ કર્યું

રાજ્યના 24 હજારથી વધુ હાથસાળ અને હસ્તકળાના કારીગરોએ ગત ત્રણ વર્ષમાં રાજ્ય સહિત દેશભરમાં 124 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વસ્તુઓનું વેચાણ કર્યું છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં રાજ્યમાં કચ્છની ઍમ્બ્રોડરી, જામનગરની બાંધણી, પાટણના પટોળા, ઘરચોળું સહિત કુલ 28 ઉત્પાદનોને ભૌગોલિક ઓળખ- G.I. ટૅગ મળ્યા છે. ઉપરાંત વર્ષ 2023માં હાથસાળ અને હસ્તકળા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ 11 કારીગરને પુરસ્કારથી પણ સન્માનિત કરાયા છે.

ઓગસ્ટ 12, 2024 3:33 પી એમ(PM) ઓગસ્ટ 12, 2024 3:33 પી એમ(PM)

views 5

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે નવી દિલ્હીમાં હેન્ડલૂમ એક્સ્પોની મુલાકાત લીધી

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના ઘરેલુ વેચાણ અને નિકાસ વધારવા માટે વિવિધ પહેલ કરવામાં આવી રહી છે. નવી દિલ્હીમાં હેન્ડલૂમ એક્સ્પોની મુલાકાત લીધા બાદ તેમણે કહ્યું કે, હવે હેન્ડલૂમ કારીગરોને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી સાથે જોડવામાં આવી રહ્યા છે જેથી તેઓ નવી ડિઝાઇન રજૂ કરી શકે. હેન્ડલૂમ પ્રત્યે યુવાપેઢીના પ્રતિભાવ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, વિવિધ ડિઝાઇન, ડેનિમ સિલ્ક વગેરે રજૂ કરવામાં આવ્યા છે અને હવે હેન્ડલૂમ યુવા પેઢી માટે એક ફેશન બની ગઈ છે...