નવેમ્બર 13, 2024 11:01 એ એમ (AM) નવેમ્બર 13, 2024 11:01 એ એમ (AM)

views 8

સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે 2024નું વર્ષ અત્યાર સુધીનું સૌથી ઉષ્ણ વર્ષ રહેવાની ધારણા છે.

સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે 2024નું વિદાય લઈ રહેલું વર્ષ અત્યાર સુધીનું સૌથી ઉષ્ણ વર્ષ બનવા તરફ આગળ વધી રહ્યું છે. COP-29 સંમેલન દરમિયાન જાહેર કરાયેલા વિશ્વ હવામાન સંસ્થાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મહત્વાકાંક્ષી પેરિસ સમજૂતી ગંભીર જોખમમાં છે. પેરિસ કરારનો ધ્યેય પૃથ્વીની સપાટી પર લાંબા ગાળાના સરેરાશ તાપમાનમાં વધારો બે ડિગ્રીથી નીચે રાખવાનો છે. કરારમાં આ તાપમાનને એક પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી મર્યાદિત કરવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર, 201...

નવેમ્બર 13, 2024 9:56 એ એમ (AM) નવેમ્બર 13, 2024 9:56 એ એમ (AM)

views 8

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનામાં પણ હજુ દિવસે ગરમી હોય છે. જો કે, દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર નહીં થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગનાં આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં મહત્તમ 38 ડિગ્રી તાપમાન રાજકોટ જિલ્લામાં અને સૌથી ઓછું 17 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. કંડલા, ભુજ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ડિસા અને વલ્લભ વિદ્યાનગરમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે નલિય...

ઓક્ટોબર 23, 2024 2:21 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 2:21 પી એમ(PM)

views 6

હવામાન વિભાગે આજે ઓડિશા તેમજ ઉત્તર – પૂર્વના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે ઓડિશા તેમજ ઉત્તર – પૂર્વના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર સર્જાયેલા ડિપ્રેશનને કારણે ચક્રવાતી તોફાન ‘દાના’ સર્જાતા કાંઠા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. દરમિયાન તટિય પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં આજે અને આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન એજન્સીએ આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ તરફ મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાન સૂકું રહેશે

ઓક્ટોબર 23, 2024 2:16 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 2:16 પી એમ(PM)

views 6

સ્થાનિક હવામાનની આગાહીઓ હવે ગ્રામ પંચાયત સ્તરે ઉપલબ્ધ થશે

સ્થાનિક હવામાનની આગાહીઓ હવે ગ્રામ પંચાયત સ્તરે ઉપલબ્ધ થશે. પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ આવતીકાલે દિલ્હીમાં 'ગ્રામ પંચાયત સ્તરે હવામાનની આગાહી' પહેલની શરૂઆત કરાવશે. પંચાયતી રાજ મંત્રાલય અને ભારતીય હવામાન વિભાગના સહયોગથી ગ્રામ પંચાયતોને પાંચ દિવસની દૈનિક અને કલાકદીઠ હવામાનની આગાહી ચકાસવાની જોગવાઈ પ્રદાન કરવા માટે આ પહેલ શરૂ કરાઇ છે. આ પહેલનો ઉદ્દેશ્ય ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવા અને પાયાના સ્તરે આપત્તિ માટે સજ્જતા વધારવાનો છે. તેનો સીધો ફાયદો દેશભરના ખેડૂતો અને ગ્રામજનોને થશે. પંચાયતી રાજ ...

ઓક્ટોબર 13, 2024 11:46 એ એમ (AM) ઓક્ટોબર 13, 2024 11:46 એ એમ (AM)

views 17

રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ  માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના પગલે રાજ્યમાં બે દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર - કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં બે દિવસ દરમ્યાન મધ્યમ વરસાદ પડવાની આગાહી  છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાનમાં ગાંધીનગર તેમજ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વરસા...

ઓક્ટોબર 3, 2024 10:42 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 10:42 એ એમ (AM)

views 15

હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહે રાજ્યમાં તપામાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

રાજ્યમાં નવરાત્રીના પ્રારંભ સાથે ગરમીનો પારો ઉપર જઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહે રાજ્યમાં તપામાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગીજવીજ સાથે વળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથના કેટલાક ભાગોમં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. એ સિવાય રાજ્યના બાકીના જિલ્લાઓમા હવામાન સૂકું રહેશે. બીજી તરફ ગત મોડી સાંજે તાપી અને અમરેલી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં ધોધ...

ઓક્ટોબર 2, 2024 11:17 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 11:17 એ એમ (AM)

views 14

ભારતીય હવામાન વિભાગે બે દિવસ માટે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે બે દિવસ માટે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તામિલનાડુ, પુડુચેરી, તટિય કર્ણાટક અને કરાઈકલમાં 5મી ઓક્ટોબર સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. દરમિયાન બિહારમાં, રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદને પગલે 16 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પવર્તિ રહી છે. પૂરના કારણે 12 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સીતામઢી અને દરભંગાએ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા છે.

સપ્ટેમ્બર 30, 2024 10:09 એ એમ (AM) સપ્ટેમ્બર 30, 2024 10:09 એ એમ (AM)

views 12

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી : વડોદરામાં શાળાઓ બંધ

હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમા ભારે વરસાદને પગલે યલો અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપરુ, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, તેમજ છોટાઉદેપરના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલીના અંતરિયાળ ભાગો...

સપ્ટેમ્બર 26, 2024 12:05 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 12:05 પી એમ(PM)

views 7

હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં ગઈ કાલથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગઈ કાલે સવારે છ વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધીમાં રાજ્યનાં 125 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પડ્યો હતો. સુરત શહેર અને વડોદરા તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ, નવસારી તથા પ્રાંતિજ તાલુકામાં અઢી ઇંચ અને સુરત જિલ્લાનાં માંડવી તથા નવસારીના ગણદેવી તાલુકામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો હતો. ઉમરપાડામાં રાત્રિનાં 8થી 10 વાગ્યા દરમિયાન જ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં ...

સપ્ટેમ્બર 26, 2024 10:13 એ એમ (AM) સપ્ટેમ્બર 26, 2024 10:13 એ એમ (AM)

views 2

હવામાન વિભાગે અતિભારે વરસાદને પગલે મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, ગુજરાત, સિક્કિમ અને પશ્ચિમ બંગાળનાં કેટલાંક ભાગોમાં રેડ એલર્ટ જાહેર કર્યું

મુંબઇ અને તેના પરા વિસ્તારોમાં ગઈકાલથી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઇ અને થાણેમાં આજે ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુલુન્ડ, ભાંડુપ અને અંધેરી સબવે સહિતનાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં ગઈ કાલે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન-BMC એ આજે મુંબઇમાં તમામ શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી છે. બીએમસીએ નાગરિકોને અનિવાર્ય હોય તો જ...