જુલાઇ 18, 2024 2:29 પી એમ(PM) જુલાઇ 18, 2024 2:29 પી એમ(PM)

views 7

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ અંતરિયાળ કર્ણાટક, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ અંતરિયાળ કર્ણાટક, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. આજે, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

જુલાઇ 11, 2024 8:17 પી એમ(PM) જુલાઇ 11, 2024 8:17 પી એમ(PM)

views 3

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલથી 15મી જુલાઈ સુધી કોંકણ અને ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર અને ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરાખંડ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે વાવાઝોડા અને હળવાથી મધ્યમ વરસ...