જૂન 21, 2025 10:36 એ એમ (AM) જૂન 21, 2025 10:36 એ એમ (AM)

views 26

આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી

આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. શરૂઆતના ત્રણ દિવસ વરસાદનું જોર ઓછું રહેશે. 48 કલાક બાદ વરસાદની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના છે. જ્યારે આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના વડા એ કે દાસે જણાવ્યું છે.

માર્ચ 10, 2025 1:26 પી એમ(PM) માર્ચ 10, 2025 1:26 પી એમ(PM)

views 25

હવામાન વિભાગે આગામી બે દિવસ કોંકણ, ગોવા અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી વ્યક્ત કરી

હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બીજી તરફ આગામી બે દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે. કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ગરમ અને ભેજવાળા હવામાનની શક્યતા છે. આગામી 3 થી 4 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધવાની આગાહી કર...

માર્ચ 4, 2025 6:36 પી એમ(PM) માર્ચ 4, 2025 6:36 પી એમ(PM)

views 3

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે , અરબ સાગરમાં મજબૂત પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાતાં 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.આ ઉપરાંત આજે દિવસ દરમિયાન ઝડપી ગતિએ પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે. જેથી ગરમીથી રાહત મળશે આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાતાવરણ શુષ્ક રહેવાની સાથે મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ તથા લઘુત્તમ તાપમાન 20 ડિ...

જાન્યુઆરી 28, 2025 9:53 એ એમ (AM) જાન્યુઆરી 28, 2025 9:53 એ એમ (AM)

views 5

રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહિવત

રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહિવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે જેને કારણે તાપમાનમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. હજુ પણ આગામી પાંચ દિવસ આ જ સ્થિતિ યથાવત રહેશે.

જાન્યુઆરી 10, 2025 6:26 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 6:26 પી એમ(PM)

views 6

આગામી 24 કલાક બાદ ઠંડીમાંથી રાહત મળશે તો આગામી 12 જાન્યુઆરીથી ફરી એક વખત તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે:હવામાન વિભાગ

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક બાદ ઠંડીમાંથી રાહત મળશે તો આગામી  12 જાન્યુઆરીથી ફરીએક વખત તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે.જેથી ઠંડીમાં વધારોથશે. હવામાન વિભાગના નિયામક  એ કે દાસના જણાવ્યા અનુસાર બે દિવસ બાદ વેસ્ટનડીસ્ટેન્સ ની અસરો પૂર્ણ થતા ફરી એક વખત ઠંડીનો અનુભવ થશે

ડિસેમ્બર 28, 2024 9:00 એ એમ (AM) ડિસેમ્બર 28, 2024 9:00 એ એમ (AM)

views 2

આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. જોકે, ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે ભુજમાં 12, કંડલાના હવાઈમથક, રાજકોટ, અને અમરેલી અને જુનાગઢના કેશોદમાં 14, કંડલા બંદર પર 15 અને અમદાવાદમાં 19 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ...

ડિસેમ્બર 27, 2024 7:27 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:27 પી એમ(PM)

views 3

રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને નર્મદામાં ગાજવીજ સાથે વરસાદ સહિત કરાં પડવાની શક્યતા વ્યક્ત કરી

રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને નર્મદામાં ગાજવીજ સાથે વરસાદ સહિત કરાં પડવાની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદનું ઑરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. ડાંગનાં અમારાં પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે વાતાવરણમાં પલટો આવતા સાપુતારા સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. પરિણામે ખેડૂતોમાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. વલસાડનાં અમારાં પ્રતિનિધિ નવીન પટેલના જણાવ્યા અનુસાર કપરાડા તાલુકાના સુથારપાડા ગામ અને આસપા...

ડિસેમ્બર 27, 2024 8:56 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 8:56 એ એમ (AM)

views 4

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ : ત્રણ દિવસ વરસાદની આગાહી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મોડી સાંજથી વહેલી સવારે વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે. આ સાથે જ હજુ પણ બે થી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત સહિત અમુક જિલ્લામાં આજે પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે. આજે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આ સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વહેલી સવારથી ધુમ્મસ અને વાદળ છાયું વાતાવરણ ...

ડિસેમ્બર 26, 2024 3:24 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 3:24 પી એમ(PM)

views 12

રાજ્યના કેટલક જિલ્લાઓમાં આજે હવામાનમાં પલટો આવતા વાતાવરણ વાદળછાયું થયું છે

રાજ્યના કેટલક જિલ્લાઓમાં આજે હવામાનમાં પલટો આવતા વાતાવરણ વાદળછાયું થયું છે. હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા તાપી ડાંગ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટ છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આજે જિલ્લામાં સતત પાંચમા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ કારણે ખેતરમાં વાવેતર કરવામાં આવેલા પાકમાં જીવાત પડવાની સ્થિતિ અંગે ખેડૂતોની ચિંતા વધી છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે ...

નવેમ્બર 20, 2024 10:49 એ એમ (AM) નવેમ્બર 20, 2024 10:49 એ એમ (AM)

views 13

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી

રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સૌથી ઓછું 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગાંધીનગર ,નલિયા અને કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું હતું. અમરેલી, રાજકોટ, મહુવા, કેશોદ વડોદરામાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંઘાયું હતું. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે.