ઓગસ્ટ 9, 2024 7:39 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 7:39 પી એમ(PM)
12
આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા રાજકોટથી તિરંગા યાત્રાનો આરંભ કરાવશે
દેશભરમાં 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે આવતીકાલે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા રાજકોટથી તિરંગા યાત્રાનો આરંભ કરાવશે. બહુમાળી ભવનથી જ્યુબેલી ચોક સુધી યોજાનાર આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ રાષ્ટ્રભાવના સાથે જોડાશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ‘હર ઘર તિરંગા યાત્રા યોજાનાર છે. તેમાંથી આ સૌપ્રથમ યાત્રા છે. આ તિરંગા યાત્રામાં કણબી રાસ, મણીયારો રાસ, બેડા નૃત્ય, ડોકા...