ઓગસ્ટ 22, 2024 8:17 પી એમ(PM) ઓગસ્ટ 22, 2024 8:17 પી એમ(PM)

views 8

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, છેલ્લા બે માસ દરમિયાન 565 વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, છેલ્લા બે માસ દરમિયાન 565 વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં રાજ્યમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા તેમણે આ મુજબ જણાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં વ્યાજના દૂષણને ડામવા સરકારે વર્ષ-૨૦૨૩માં રાજ્યના અનેક જીલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરી ૨૧ હજારથી વધુ લોકોને ૨૬૨ કરોડની લોન આપી છે. રાજ્યમાં ઝુંબેશ દરમિયાન યોજાયેલા લોક દરબાર અંગે પુછાયેલા પુરક પ્રશ્નનો જવ...

ઓગસ્ટ 18, 2024 8:09 એ એમ (AM) ઓગસ્ટ 18, 2024 8:09 એ એમ (AM)

views 7

GSRTC -દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં વધારાની ટ્રીપનું સંચાલન કરાશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC-તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં વધારાની ટ્રીપનું સંચાલન કરશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું, રક્ષાબંધન નિમિત્તે 20 ઓગસ્ટ સુધી 6 હજાર 200 જેટલી અને જન્માષ્ટમીની તહેવાર નિમિત્તે 24 ઑગસ્ટથી 27 ઑગસ્ટ દરમિયાન 5 હજાર 500 જેટલી વધારાની ટ્રીપનું સંચાલન કરશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, મહેસાણા સહિતના વિવિધ શહેરોમાં મુસાફરોના બહોળા પ્રમાણને ધ્યાનમાં લઈને વધુ બસ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ડાકોર, શા...

ઓગસ્ટ 8, 2024 8:10 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 8:10 પી એમ(PM)

views 12

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં ૧૭માં ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સપોને ખુલ્લો મુક્યો છે

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં ૧૭માં ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સપોને ખુલ્લો મુક્યો છે. આજથી આગામી ૧૦ ઓગસ્ટ સુધી યોજાનારા આ ત્રિદિવસીય એક્સપોની ૧૭મી આવૃત્તિની વિષયવસ્તુ “નવીનતા, ટેકનોલોજી અને જ્ઞાનની આપ-લે” છે. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આજે ભારત, દવા ઉત્પાદન ક્ષેત્રનું હબ બનવા આગળ વધી રહ્યું છે જેમાં ગુજરાતનો સિંહફાળો રહ્યો છે. ગુજરાતમાં નવીન શોધ અને રોકાણની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર ઉદ્યોગ સાહસિકોને વિવિધ મંજૂરીઓ ...

જુલાઇ 27, 2024 8:06 પી એમ(PM) જુલાઇ 27, 2024 8:06 પી એમ(PM)

views 15

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરીના દૂષણને ડામવા રાજ્ય સરકારની કટીબદ્ધતા વ્યક્ત કરી

તાપીના વ્યારા ખાતે પોલીસ દ્વારા લોન ધિરાણ કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા બેન્કો સાથે સંકલન કરીને જરૂરિયાત મંદ લોકોને લોન આપવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે વ્યાજખોરીમાંથી જરૂરિયાતમંદ લોકોને મુક્ત કરાવવા સરકાર કટિબધ્ધ છે.આ પ્રસંગે સંઘવીનાં હસ્તે લોન ધારકોને આજે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં એક હજાર ત્રણસો ચૌર્યાસી લોકોને 36 કરોડ 36 લાખની લોનનું વિતરણ કરાયું હતું.