માર્ચ 17, 2025 6:24 પી એમ(PM)

views 22

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવી

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવી છે.પડતર પ્રશ્નનો નિકાલ કરવા તેમજ પગાર અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતની માંગણીઓને લઇને આ હડતાળ કરાઇ હતી.બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે આ હડતાળમાં જીલ્લાના એક હજાર ચારસો જેટલા આરોગ્ય કર્મીઓ હડતાળમાં જોડાયા હતાં.પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકીએ માહિતી આપી હતી કે પાટણ જિલ્લાના ગ્રામ્યક્ષેત્રે  કાર્યરત તમામ 52 જેટલા પીએચસીમા ફરજ બજાવતા વિવિધ ચાર કેડરના 600 ઉપરાંત કર્મચારીઓ આંદોલનમાં જોડયા હતા.આ ઉપરાંત...

ઓગસ્ટ 16, 2024 4:27 પી એમ(PM)

views 19

કોલકતામાં મહિલા તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે રાજ્યભરમાં ડોકટરો હડતાળ પર ઉતર્યા

કોલકતામાં મહિલા તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે અમદાવાદ બીજે મેડિકલ કોલજના જુનિયર ડૉક્ટર એસોસિયેશન દ્વારા હડતાળ પાડવામાં આવી છે.. જોકે દર્દીઓને કોઇ સમસ્યા ન સર્જાય તે માટે ઇમરજન્સી સેવા કાર્યરત કરવામાં આવી છે. જામનગરમાં પણ જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન ના તબીબો દ્વારા રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું...મોટી સઁખ્યામાં તબીબોએ આ રેલીમાં જોડાઇને ડીનને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ તબીબોએ રેલી યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગ...

ઓગસ્ટ 13, 2024 2:01 પી એમ(PM)

views 26

કોલકતામાં તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યા બાદ દેશભરના નિવાસી તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ ઉપર અસર

કોલકતામાં તબીબની થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં દેશભરના સરકારી હોસ્પિટલના નિવાસી તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે.તબીબોની હડતાળને કારણે આરોગ્ય વ્યવસ્થા ઉપર અસર થઇ છે.ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ તબીબોની હડતાળની વ્યાપક અસર થઇ હતી.સારવાર માટે આવતા દર્દીઓને હાલાકીની સામનો કરવો પડી રહ્યો છે.