સપ્ટેમ્બર 20, 2024 3:23 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2024 3:23 પી એમ(PM)
3
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીના મહામેળામાં સ્વચ્છ પર્યાવરણ યાત્રા અભિયાન હેઠળ સ્વયંસેવકો દ્વારા પદયાત્રાના માર્ગો પરથી અત્યાર સુધીમાં અંદાજે ૭૩ ટનથી વધુ કચરો એકત્રિત કરાયો
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીના મહામેળામાં સ્વચ્છ પર્યાવરણ યાત્રા અભિયાન હેઠળ સ્વયંસેવકો દ્વારા પદયાત્રાના માર્ગો પરથી અત્યાર સુધીમાં અંદાજે ૭૩ ટનથી વધુ કચરો એકત્રિત કરાયો હતો આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી કચરો એકત્રિત કરાશે.આ પદયાત્રામાં અંદાજે ૭૪ હજાર ૮૦૦ ખાલી પ્લાસ્ટીક બોટલની સામે ૫ હજાર સ્ટીલની બોટલો અપાઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા "અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રાનું આયોજન ગુજરાત ડાઇસ્ટફ મેન્યુફેક્ચર્સ એસોશીએશન તથા નેપ્રા ફાઉન્ડેશનના સંકલન સાથે કરાયું હતું....