સપ્ટેમ્બર 19, 2024 8:15 પી એમ(PM)

views 22

રાજ્યભરમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત બસ સ્ટેન્ડ પરિસર, શૌચાલય, તેમજ બસ સ્ટેન્ડ ની વિવિધ કચેરીઓની સાફ સફાઇ કરવામા આવી

રાજ્યભરમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત જામનગર તેમજ ડાંગના આહવા બસ સ્ટેન્ડ પરિસર, શૌચાલય, તેમજ બસ સ્ટેન્ડ ની વિવિધ કચેરીઓની સાફ સફાઇ કરવામા આવી હતી અને વિભાગીય નિયામક, બસ ડેપો મેનેજર તેમજ મુસાફરોએ સ્વચ્છતા અંગેના શપથ પણ લીધાં હતાં. સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધરેજ વઢવાણ નગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે “સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪“ અંતર્ગત “યોગ શિબિર“નું આયોજન કરવામાં આવ્યું હતું. તો સુરેન્દ્રનગર જિલ્લા પોસ્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા શપથ, ઉપરાંત જાહેર જનતાને સ્વચ્છતા માટે જાગ...