ડિસેમ્બર 10, 2024 2:04 પી એમ(PM)

views 12

સાતમી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન આવતી કાલથી શરૂ થશે

સાતમી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન આવતી કાલથી શરૂ થશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. કાર્યક્રમ દેશભરનાં 51 કેન્દ્રોમાં શરૂ થશે, જેમાં છત્તીસગઢની ચાર શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ થાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જમ્મુ આવતી કાલે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024ની સોફ્ટવેર આવૃત્તિની ગ્રાન્ડ ફિનાલેની યજમાન છે.