ડિસેમ્બર 17, 2024 9:45 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:45 એ એમ (AM)
6
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં નાગરિકોના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી છેતરપિંડી કરનાર ટુકડીને જુનાગઢ પોલીસે ઝડપી પાડી
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં નાગરિકોના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી છેતરપિંડી કરનાર ટુકડીને જુનાગઢ પોલીસે ઝડપી પાડી છે. સાયબર ગુના શાખા દ્વારા કરાયેલી તપાસમાં ૨૦૦ લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. જે પૈકી 82 એકાઉન્ટની વિગતો પોલીસને મળી છે અને 50 કરોડ 44 લાખ રૂપિયાની રકમની છેતરપિંડી કરાઇ હોવાનું રેન્જ આઈ જી નિલેશ ઝાંઝડીયા જણાવ્યું હતું. એક મહિલા સહિત આઠ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ભોગ બનનાર નાગરિકોને સાયબર શાખાનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવા પોલીસ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.