જાન્યુઆરી 28, 2025 9:52 એ એમ (AM) જાન્યુઆરી 28, 2025 9:52 એ એમ (AM)

views 10

રાજ્ય સરકારે ખેડૂતોને પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપની ખરીદી માટે ₹ 218 કરોડથી વધુની સબસિડી આપી

રાજ્ય સરકારે ખેડૂતોને પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપની ખરીદી માટે ₹ 218 કરોડથી વધુની સબસિડી આપી છે. જેના પરિણામે રાજ્યમાં ડિસેમ્બર 2024 સુધીમાં, 7 હજાર 700થી વધુ ખેડૂતોએ ઓફગ્રીડ સોલાર પંપ લગાવ્યા છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર ખેડૂતોને અંદાજિત 70 ટકા સુધીની રકમની સહાય આપે છે. આ પંપ લગાવ્યા બાદ દિવસ દરમિયાન આઠથી દસ કલાક સુધી , વીજળીના સપ્લાયની જરૂર રહેતી નથી. તેમજ પાંચ વર્ષ સુધી નિભાવ ખર્ચ પણ નથી. સાથે આ પંપ સૂર્ય ઊર્જાથી ચાલતો હોવાથી પ્રદૂષણમુક્ત પણ છે . આ યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં સ...