ફેબ્રુવારી 24, 2025 8:42 એ એમ (AM) ફેબ્રુવારી 24, 2025 8:42 એ એમ (AM)

views 13

આજથી સોમનાથમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મહોત્સવનો પ્રારંભ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજથી સોમનાથ મહોત્સવનો પ્રારંભ થશે. સોમનાથના સમુદ્ર દર્શન વોક વે પર 26 મી ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ યોજાશે. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સોમનાથ મહોત્સવ અંગે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે મંદિર સવારે 4 વાગ્યાથી 42 કલાક સુધી ખુલ્લુ રહેશે. આ દરમિયાન ભક્તો માટે સવારે 8 થી 11 અને સાંજે એકથી 5 વાગ્યા સુધી વિશેષ પાત્ર સાથે ગંગાજળ અભિષેકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ફેબ્રુવારી 11, 2025 6:29 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 6:29 પી એમ(PM)

views 5

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિ દરમિયાન આયોજિત ‘સોમનાથ મહોત્સવ’ની તૈયારીની સમીક્ષા કરી

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિ દરમિયાન આયોજિત 'સોમનાથ મહોત્સવ'ની તૈયારીની સમીક્ષા કરી હતી. શ્રી જાડેજાએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલાં પ્રાંગણની મુલાકાત લીધી હતી અને વીજ જોડાણ, પીવાના પાણીની વ્યવસ્થા,  ટ્રાફિક નિયમન, પર્યટકો માટે પાર્કિંગની સુવિધા, આરોગ્યને લગતી પ્રાથમિક સારવાર વગેરે અંગે માર્ગદર્શન આપ્યું હતું.'સોમનાથ મહોત્સવ'માં ખ્યાતનામ કલાકારો દ્વારા તાલબદ્ધ નૃત્ય, ઋષિકુમારો દ્વારા 'સાગરઆરતી'સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશ...

નવેમ્બર 22, 2024 2:47 પી એમ(PM) નવેમ્બર 22, 2024 2:47 પી એમ(PM)

views 3

સોમનાથ સ્થિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો આજે બીજો દિવસ

સોમનાથ સ્થિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે એ.આઈ. એટલે કે, કૃત્રિમ બુદ્ધિમતા ટેક્નોલોજીના ઉપયોગ અંગે માર્ગદર્શક સત્ર યોજાયુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સત્રમાં સરકારના અભિયાનો વધુ અસરકારક બનાવવા એ.આઈ. ટેક્નોલોજી અસરકારક બનાવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યને એ.આઈ. આદર્શ બનાવવાની દિશા તરફની સંભાવનાઓ, ઉપલબ્ધતાઓ તથા હાલ થઈ રહેલી કામગીરી અંગેની ચર્ચા સત્રમાં થઇ હતી. આ ચર્ચા સભા અગાઉ સવારે શિબિરાર્થીઓએ સોમનાથ મંદિર...

સપ્ટેમ્બર 22, 2024 10:29 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2024 10:29 એ એમ (AM)

views 9

રાજ્યના અંબાજી, સોમનાથ, સહિતના 32 સ્થળોના પ્રસાદની તપાસ કરાઇ

તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબી જોવા મળતા દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. જેના અંતર્ગત ગુજરાતનાં પ્રસિદ્ધ તીર્થસ્થાનો અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના 32 સ્થળો પર પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુજરાતમાં પ્રસાદ વહેંચણી કરતાં આવા વિવિધ 32 જેટલા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં આ સ્થળોના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબીનું તત્વ જોવા મળ્યું ન હતું, તેમ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગના ...

સપ્ટેમ્બર 2, 2024 3:36 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 3:36 પી એમ(PM)

views 9

આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ;મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસ પ્રસંગે આજે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સવારે 10 વાગ્યા સુધીમાં 35 હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને 25 જેટલી ધ્વજા પૂજા સંપન્ન થઈ હતી. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સહિત સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે.લહેરીના હસ્તે મહાદેવની પાલખી પૂજા કરી હતી. ત્યારબાદ સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હત...