જાન્યુઆરી 13, 2025 9:28 એ એમ (AM) જાન્યુઆરી 13, 2025 9:28 એ એમ (AM)
6
પ્રધાનમંત્રી મોદી આજે જમ્મુકાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ ટનલ શ્રીનગરથી લેહ થઈને સોનમર્ગ માર્ગમાં તમામ ઋતુઓમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રધાનમંત્રી બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકોને પણ મળશે અને આ એન્જિનિયરિંગ સિદ્ધિમાં તેમના યોગદાનને સ્વીકારશે. લગભગ 12 કિલોમીટર લાંબી સોનમર્ગ ટનલ પ્રોજેક્ટ 2 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં સોનમર્ગ મુખ્ય ટનલ, બહાર નીકળવાની ટનલ અને એપ્રોચ રોડનો સમાવેશ થાય છે. આ ટનલને કારણે ભુસ્ખલન અને હિમશીલાથી અસરગ...