ઓગસ્ટ 4, 2024 11:44 એ એમ (AM)

views 13

આસામમાં ટાટાએ સેમિકન્ડક્ટર યુનિટનું નિર્માણ શરૂ કર્યું : અશ્વિની વૈષ્ણવ

ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, આસામના મોરીગાંવમાં ટાટાના સેમિકન્ડક્ટર યુનિટનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, આ એકમ માટે 27 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને 15 હજાર પ્રત્યક્ષ જ્યારે આશરે 13 હજાર પરોક્ષ રોજગાર ઊભો થશે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે, આ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં દરરોજ 4 કરોડ 83 લાખ ચિપ્સ બનાવી શકાય છે જેનો ઉપયોગ બેટરીથી ચાલતા વાહનો અને દુરસંચાર તથા નેટવર્ક માળખ...