જાન્યુઆરી 28, 2025 3:07 પી એમ(PM) જાન્યુઆરી 28, 2025 3:07 પી એમ(PM)

views 6

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતની ટીમ આજે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી T20 મેચ રમશે

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતની ટીમ આજે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી T20 મેચ રમશે.આ મેચ સાંજે સાત વાગે શરૂ થશે.શનિવારે ચેન્નાઈમાં બીજી મેચ બે વિકેટથી જીતીને ભારત પાંચ મેચની ટી20 શ્રેણીમાં 2-0થી આગળ છે.બંને ટીમે ગઈકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી.ભારતે ઇજાગ્રસ્ત નીતિશ કુમાર રેડ્ડી અને રિંકુ સિંહના સ્થાને શિવમ દુબે અને રમણદીપ સિંહનો સમાવેશ કર્યો છે.મેચ પૂર્વે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.