ફેબ્રુવારી 13, 2025 7:47 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 7:47 પી એમ(PM)

views 13

સુરેન્દ્રનગરના મહિલા પી. ટી.ટીચર લાછુબેન પરમારે રમત ગમત ક્ષેત્રે નેશનલ કક્ષાએ પાંચમી વખત ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે

સુરેન્દ્રનગરના મહિલા પી. ટી.ટીચર લાછુબેન પરમારે રમત ગમત ક્ષેત્રે નેશનલ કક્ષાએ પાંચમી વખત ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે વઢવાણની શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે પી.ટી ટીચર તરીકે ફરજ બજાવતા લાછુબેન પરમારે તાજેતરમાં કેરળના ત્રિશુર ખાતે યોજાયેલી છઠ્ઠી નેશનલ માસ્ટર્સ એથલેટીક્સ ચેમ્પિયનશિપ 2025 માં હેમર થ્રો ફેંક વિભાગમાં સતત પાંચમી વખત ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે જવેલીન થ્રો વિભાગમાં સિલ્વર મેડલ મેળવ્યો છે નોંધનીય છે કે અગાઉ પણ ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ માં શ્રીલંકા મલેશિયા ખાતે ભાગ લઈ તેમણે ...

જાન્યુઆરી 30, 2025 7:21 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:21 પી એમ(PM)

views 11

સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ-51ના લિંબડી-ધ્રાંગધ્રાને પેવ્ડ શોલ્ડર કોન્ફિગરેશન સાથે બે લેનમાં અપગ્રેડ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 1001 કરોડ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ-51ના લિંબડી-ધ્રાંગધ્રાને પેવ્ડ શોલ્ડર કોન્ફિગરેશન સાથે બે લેનમાં અપગ્રેડ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 1001 કરોડ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકકરીએ સોશિયલ મિડીયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-51 બેટ દ્વારકાથી શરૂ થાય છે અને કુડા ખાતે સમાપ્ત થાય છે. આ પ્રોજેક્ટ લીંબડી-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા સેક્શનના અપગ્રેડેશન માટે છે. આ કોરિડોર સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના મહત્વપૂર્ણ ...

જાન્યુઆરી 30, 2025 7:01 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:01 પી એમ(PM)

views 3

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખાણ ખનીજ વહનની પ્રવૃત્તિ સામે આજે વિશેષ ઝુંબેશ હાથ ધરાઇ

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખાણ ખનીજ વહનની પ્રવૃત્તિ સામે આજે વિશેષ ઝુંબેશ હાથ ધરાઇ જેમાં પાંચ કરોડ 40 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. રાજકોટ હાઈવે, થાનગઢ રોડ, સાંગાણી પુલ ઉપર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક રીતે ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રોયલ્ટી પાસ વગરના તેમજ ઓવર લોડેડ અનઅધિકૃત રીતે ખનીજનું વહન કરતા કુલ 16 ટ્રક સહિત 5 કરોડ 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તેમના વિરુદ્ધ કડક અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાન્યુઆરી 18, 2025 8:23 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:23 એ એમ (AM)

views 3

સુરેન્દ્રનગર જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ – ૬ માટે પ્રવેશ પરીક્ષા ૧૦ તાલુકાનાં ૨૯ કેન્દ્રો પર આજે યોજાશે.

સુરેન્દ્રનગર જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ – ૬ માટે પ્રવેશ પરીક્ષા ૧૦ તાલુકાનાં ૨૯ કેન્દ્રો પર આજે યોજાશે. જેમાં 6 હજાર 648 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સુરેન્દ્રનગરના અમારાં પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે, આ પરીક્ષાના પૂર્વ આયોજન અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધાંગધ્રાની પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે ગઇકાલે પ્રશિક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય, ૨૯ કેન્દ્ર સંચાલકો તેમજ નિરીક્ષકો અને ૧૦ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ...

સપ્ટેમ્બર 6, 2024 8:25 એ એમ (AM) સપ્ટેમ્બર 6, 2024 8:25 એ એમ (AM)

views 10

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટે જિલ્લાની પાંચ આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટે જિલ્લાની પાંચ આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. બાળા આંગણવાડી કેન્દ્ર સાથે લીલાપુર, ચમારાજ, સદાદ અને બજરંગપુરા એમ કુલ પાંચ આંગણવાડી કેન્દ્રોનું ઈન્ડિયન ઓઈલની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ હેઠળ આવશ્યક માળખાકીય સુવિધા સાથે નવીનીકરણ કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે 46 લાખ રૂપિયાના ખર્ચે ત્રણ મહિના જેટલા ટૂંકા સમયગાળામાં આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં નવી બાંધવામાં આવેલી સેપ્ટિક ટાં...

સપ્ટેમ્બર 5, 2024 8:15 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2024 8:15 પી એમ(PM)

views 8

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં આવેલા તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો આવતીકાલથી યોજાશે

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં આવેલા તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો આવતીકાલથી યોજાશે.. ભાદરવા સુદ ત્રીજથી પાંચમ સુધી એટલે કે તા. ૦૬ થી ૦૯ સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મેળાનો આરંભ ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન સાથે થશે.. આ લોકમેળો પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં શરૂ થશે. ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પુજન અને જલાભિષેક કરીને તેનો પ્રારંભ થશે.. તરણેતરીયા મેળામાં સૌપ્રથમ વાર યોજાશે.. ગ્રામીણ પારંપરિક સાંસ્...

ઓગસ્ટ 16, 2024 8:05 એ એમ (AM) ઓગસ્ટ 16, 2024 8:05 એ એમ (AM)

views 2

સુરેન્દ્રનગર ખાતે સ્વાતંત્ર દિન નિમિત્તે ગઇકાલે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે શહેરમાં આઠ સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર ખાતે સ્વાતંત્ર દિન નિમિત્તે ગઇકાલે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે શહેરમાં આઠ સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી શ્રી મુળુભાઈ બેરા, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં યોજાયેલા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે સીટી બસ ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ સાથે સુરેન્દ્રનગર શહેરમાં નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ છે આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા,ધાં...