ડિસેમ્બર 8, 2024 8:17 એ એમ (AM) ડિસેમ્બર 8, 2024 8:17 એ એમ (AM)

views 6

સુરતની સુમુલ ડેરીના નવી પારડી ડેરી પ્લાન્ટને ઈન્ડિયન ડેરી એસોસિયેશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

સુરતની સુમુલ ડેરીના નવી પારડી ડેરી પ્લાન્ટને ઈન્ડિયન ડેરી એસોસિયેશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આઈસક્રીમ પ્લાન્ટની ક્ષમતા 20 હજાર લિટરથી વધીને પ્રતિદિન 1 લાખ લીટર જેટલી થઈ ગઈ છે. મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક તેમજ અન્ય ડિરેક્ટર અને એમ.ડી.અરુણ પુરોહિતને ઈન્ટર ડેરી એવોર્ડ 2024 આપવામાં આવ્યો હતો સુમુલ ડેરીના ડાયરેક્ટર જયેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે સુરતની સુમુલડેરીને તેના નવી પારડી ડેરી પ્લાન્ટના 100% ક્ષમતા વપરાશ, શ્રેષ્ઠગુણવત્તા, ...

ડિસેમ્બર 2, 2024 10:32 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:32 એ એમ (AM)

views 3

હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું હતું. સુરત પોલીસ દ્વારા આ પહેલનું નામ 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌપ્રથમ વખત આ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ હવે સુરત પોલીસ આ અભિયાન થકી સમાજસેવાનું કાર્ય પણ કરશે. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજમાં ડ્રગ્સના બંધાણીઓને નશાની લતમાંથી છોડાવવ...

નવેમ્બર 30, 2024 9:46 એ એમ (AM) નવેમ્બર 30, 2024 9:46 એ એમ (AM)

views 9

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોની રોજગારીનું માધ્યમ : ગિરીરાજ સિંહ

વસ્ત્ર ઉદ્યોગ લાખો લોકોના રોજગારીનું માધ્યમ બન્યો છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 અબજ ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે એમ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું. સુરતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહ ગઈ કાલે જણાવ્યું હતું કે, સુરત આપબળે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગના વિકાસનું મોડેલ બન્યું છે. તેમણે ઉમેર્યું કે, અસંગઠિત ક્ષેત્રમાંથી આ ઉદ્યોગ સખત મહેનત અને સૂઝબૂઝથી સંગઠિત થયો છે અને હવે ઝડપથી પ્રગતિના પંથે આગળ વધ્યો છે. સિંહે ...

નવેમ્બર 28, 2024 7:11 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:11 પી એમ(PM)

views 7

સુરત મહાનગરપાલિકાની અમરોલીની શાળાના આચાર્ય સંજય પટેલને ફરજ દરમિયાન જાણ કર્યા વગર 33 વખત દુબઇ પ્રવાસે જતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

સુરત મહાનગરપાલિકાની અમરોલીની શાળાના આચાર્ય સંજય પટેલને ફરજ દરમિયાન જાણ કર્યા વગર 33 વખત દુબઇ પ્રવાસે જતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અન્ય બે શિક્ષકોને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારે આચાર્ય સંજય પટેલ વિરુદ્ધ લીધેલા ત્વરિત પગલા સંદર્ભે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષકોને મળેલ છૂટનો દુરુપયોગ કરી કાયદાની છટકબારી કરનાર આ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે. મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે ભૂતિયા શિક્ષ...

નવેમ્બર 28, 2024 3:37 પી એમ(PM) નવેમ્બર 28, 2024 3:37 પી એમ(PM)

views 8

સુરત મહાનગરપાલિકા સંચાલિત અમરોલી શાળાના આચાર્ય સંજય પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

સુરત મહાનગરપાલિકા સંચાલિત અમરોલી શાળાના આચાર્ય સંજય પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ શાળાના આચાર્ય શિક્ષક તરીકેની ફરજ દરમિયાન જાણ કર્યા વિના 33 વખત ધંધાર્થે દુબઇના પ્રવાસે ગયા હતા. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ અંગે જણાવ્યું છે કે, રાજ્યના લાખો શિક્ષકો કર્તવ્ય નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે, ત્યારે સુરતમાં બિનઅધિકૃત રજા પર હોય તેવા બે શિક્ષકોની વિગતો મળી છે. પોતાના સ્વાર્થ માટે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનાર શિક્ષકોને માફ કરવામાં નહીં આવે..

ઓક્ટોબર 10, 2024 7:25 પી એમ(PM) ઓક્ટોબર 10, 2024 7:25 પી એમ(PM)

views 9

સુરતના માંગરોળ દુષ્કર્મ કેસના આરોપીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું

સુરતના માંગરોળ દુષ્કર્મ કેસના આરોપીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પોલીસ કસ્ટડીમાં જ આરોપી શીવશંકરની તબિયત લથડી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં તેનું મોત થયું હોવાની માહિતી તેમ સુરત LCB પી.આઈ. રાજેશ ભટોલે આપી હતી.

સપ્ટેમ્બર 26, 2024 3:50 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 3:50 પી એમ(PM)

views 9

સુરતમાં એક કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગને પગલે એક વ્યક્તિનું મોત નિપજ્યૂ છે, જ્યારે અન્ય કેટલાકને ઈજા થવા પામી છે

સુરતમાં એક કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગને પગલે એક વ્યક્તિનું મોત નિપજ્યૂ છે, જ્યારે અન્ય કેટલાકને ઈજા થવા પામી છે. આગ એટલી તો ભયાનક હતી કે દૂર દૂર સુધી તેનો ધુમાડો જોઈ શકાતો હોવાનું સ્થાનિક લોકો જણાવે છે. આગ વિશેની માહિતી મળતા સરથાણા, કાપોદ્રા વિસ્તારની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગોડાઉનમાં ફસાયેલા લોકોને બહાર કઢાયા હતા. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે ફાયર વિભાગના કર્મચારીઓએ પાંચ કામદારોને ઉગાર્યા હતા.

સપ્ટેમ્બર 21, 2024 9:59 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2024 9:59 એ એમ (AM)

views 11

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયાસ આવ્યો હતો. જો કે, રેલવે કર્મીની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે ડિવિઝન સુરતના કીમ રેલવે રેલવે સ્ટેશનથી થોડે દૂર કોઈ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ અને ચાવીઓ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની રેલવે કર્મચારીને જાણ થતાં તેમણે સ્થળ પર પહોંચીને ટ્રેક પર મૂકાયેલી ફિશ પ્લેટ અને ચાવીઓને દૂર કરવામાં આવી હતી. આમ રેલવે કર્મચારીની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ થતાં અટકી ગઈ હતી.

સપ્ટેમ્બર 9, 2024 7:29 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 7:29 પી એમ(PM)

views 11

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાશે

સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસે ગતરાત્રે જ આ મામલે તાત્કાલિક કોમ્બિંગ કરી ડ્રોન, સીસીટીવી અને વિડિયોના માધ્યમથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે આ મામલે 28 જેટલા લોકોની અટકાયતકરી છે તેમજ આ મામલે 3 ગુના દાખલ કર્યા છે. એક ગુનો નાના બાળકો સામે પણ નોંધાયોછે. સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે આ મામલાની તપાસ માટેક્રાઈમબ્રાન્ચ,...

જુલાઇ 18, 2024 7:57 પી એમ(PM) જુલાઇ 18, 2024 7:57 પી એમ(PM)

views 8

સુરતના આંતકવિરોધી દળ– ATS એ દરોડા પાડતા અંદાજે 50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરતના પલસાણા તાલુકામાં આંતકવિરોધી દળ– ATS એ દરોડા પાડતા નશીલા પદાર્થો માટે વપરાતી સમગ્રી સહિત અંદાજે 50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો અને ત્રણ લોકોની ધરપકડ કરી છે. ગુપ્ત માહિતીને આધારે ATSએ ગઈકાલે મોડી રાતે કાચા મકાનમાં ચાલતી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. દરમિયાન ફેકટરીમાંથી પ્રવાહી સ્વરૂપે 31 લીટર એમડી ડ્રગ્સ અને ચાર કિલોગ્રામ પદાર્થ સ્વરૂપે એમ.ડી. ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ સાથે પોલીસે ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.. એટીએએસના અધિકારીઓએ પત્રકારોની સાથેની વાતચીતમાં કહ...