જૂન 14, 2025 7:23 પી એમ(PM) જૂન 14, 2025 7:23 પી એમ(PM)

views 9

સુરતમાં સાતમા માળેથી પટકાતાં બે કારીગરોના મોત થયા છે.

સુરતમાં સાતમા માળેથી પટકાતાં બે કારીગરોના મોત થયા છે. નાનપુરા વિસ્તારમાં કૈલાશનગરના શાલિભદ્ર એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ફ્લેટની બહાર બારી નજીક એસી રિપેરિંગનું કામ કરી રહેલા બે કારીગરો લોખંડની એંગલ તૂટી જતા સાતમા માળેથી નીચે પડ્યા હતા. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

માર્ચ 31, 2025 6:57 પી એમ(PM) માર્ચ 31, 2025 6:57 પી એમ(PM)

views 10

સુરતના ગોડાદરા ખાતે રાજસ્થાન સમાજની 12 હજાર મહિલાઓએ ઘુમર નૃત્ય કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો

સુરતના ગોડાદરા ખાતે રાજસ્થાન સમાજની 12 હજાર મહિલાઓએ ઘુમર નૃત્ય કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરતમાં રાજસ્થાની લોકો સૌથી મોટી સંખ્યામાં રહે છે. કાપડ માર્કેટ સાથે સંકળાયેલા રાજસ્થાની લોકોએ સુરતમાં પોતાના વતન રાજસ્થાન દિવસની અનોખી ઉજવણી કરી હતી. તેઓએ ગોડાદરા સ્થિત મરુધર મેદાનમાં ઘુમર નૃત્ય રજુ કરીને નવો કિર્તિમાન સ્થાપ્યો છે.

ફેબ્રુવારી 17, 2025 6:16 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 6:16 પી એમ(PM)

views 13

સુરતની અદાલતે માંગરોળમાં થયેલાં સામૂહિક દુષ્કર્મ કેસનાં બે આરોપીઓને આજે છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી

સુરતની અદાલતે તાજેતરમાં માંગરોળમાં થયેલાં સામૂહિક દુષ્કર્મ કેસનાં બે આરોપીઓને આજે છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. સુરત જિલ્લા અદાલતે આજે આપેલા ચુકાદામાં બંને આરોપીઓને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ અંગે એડવોકેટ નયન સુખડવાલાએ વધુ માહિતી આપી. ટૂંકા ગાળામાં જ આરોપીઓને દોષિત ઠેરવી સજા અપાવવા બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અને અદાલતની કામગીરી પ્રશંસા કરી.ઉલ્લેખનીય છે કે, મોટા બોરસરા ગામમાં ગત 8મી ઓક્ટોબરે સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં ત્રણ આરોપીઓને પ...

ફેબ્રુવારી 17, 2025 3:58 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 3:58 પી એમ(PM)

views 12

સુરતની અદાલતે માંગરોળમાં થયેલાં સામૂહિક દુષ્કર્મ કેસનાં બે આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી

સુરતની અદાલતે તાજેતરમાં માંગરોળમાં થયેલાં સામૂહિક દુષ્કર્મ કેસનાં બે આરોપીઓને આજે છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. સુરત જિલ્લા અદાલતે આજે આપેલા ચુકાદામાં બંને આરોપીઓને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યાં છે અમારા સુરતનાં પ્રતિનિધિ લોપા દરબાર ઉલ્લેખનીય છે કે, મોટા બોરસરા ગામમાં ગત 8મી ઓક્ટોબરે સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. આ ઘટનાના એક આરોપીનુ હાર્ટ એટેકને કારણે મોત થયું હતું.

ફેબ્રુવારી 6, 2025 7:48 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 7:48 પી એમ(PM)

views 7

સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં ગઇકાલે બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું

સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં ગઇકાલે બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળક ના મળતાં NDRFની ટીમ અને ફાયર વિભાગની ટીમને જાણ કરતાં તેમની ટીમ દ્વારા 24 કલાક સુધી ભારે શોધખોળ કરાઇ હતી. કેમેરાની મદદથી ડ્રેનેજ લઈનમાં શોધખોળ શરૂ કરાઈ હતી ત્યારે આજે વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું છે.

ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM) ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM)

views 7

કેન્દ્રીય અંદાજપત્રથી સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે, “આ વખતનું પહેલું કેન્દ્રીય અંદાજપત્ર એવું છે, જેમાં સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો છે.” સુરતમાં ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધતા તેમણે કહ્યું, “આ અંદાજપત્રથી ખેડૂતો અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ- MSMEને લાભ થશે. ગત 10 વર્ષમાં દેશમાં આત્મનિર્ભરતા વધી હોવાનું પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું.

જાન્યુઆરી 23, 2025 7:55 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 7:55 પી એમ(PM)

views 9

સુરતના કાર્યક્રમ અગાઉ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા યોજાયેલા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવ્યો

સુરતના કાર્યક્રમ અગાઉ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા યોજાયેલા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.. શ્રી શાહે ઉપસ્થિત લોકોને તેમના પરિવારના યુવાનોને પણ મહાકુંભમાં લઈ જવા અપીલ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ અયોધ્યાપુરમ્ ખાતે 250થી વધુ સંસ્થાઓએ સ્ટોલ બનાવ્યા છે. આ મેળાના માધ્યમથી વધુને વધુ લોકો સંસ્કૃતિ, સેવા અને નવચેતનાના કાર્યમાં જોડાશે તો આપણે આજની અને આવનારી પેઢીમાં સંસ્કાર સિંચનથી સુસંસ્...

જાન્યુઆરી 23, 2025 7:53 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 7:53 પી એમ(PM)

views 9

સુરતના વેસુ ખાતે ૨૫૦ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે સરકારની આયુષ્યમાન યોજના હેઠળ કેન્સરની વિનામૂલ્યે સારવાર મળી શકશે તેમ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યુ

સુરતના વેસુ ખાતે ૨૫૦ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે સરકારની આયુષ્યમાન યોજના હેઠળ કેન્સરની વિનામૂલ્યે સારવાર મળી શકશે તેમ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યુ હતું. સુરતમાં બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલમાં અને ફુલચંદભાઈ જયકિશનભાઈ વખારીયા સેનેટોરિયમનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનાં હસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, સુરત એ પશ્વિમ ભારતનું ઔદ્યોગિક અને આર્થિક ગતિવ...

ડિસેમ્બર 23, 2024 10:10 એ એમ (AM) ડિસેમ્બર 23, 2024 10:10 એ એમ (AM)

views 11

વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં આપીએ : કેન્દ્રીય મંત્રી પાટિલ

વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળસંગ્રહ આપીએ તેમ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટિલે જણાવ્યું હતું. સુરતના વેસુ શ્યામ મંદિરેથી મહેંદીપુર બાલાજી મંદિર સુધીની જળસંચય મહિલા પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટિલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલે ઉપરોક્ત બાબત જણાવી હતી. કેન્દ્રીય મંત્રી પાટિલે આ અવસરે મહિલાઓને અનુરોધ કર્યો હતો કે, તેઓ તેમના પિયરનું ગામ દતક લઈને જળસંચયમાં સહભાગી બને અને અન્ય મહિલાઓને પણ જળસંચયની પ્રેરણા આપે. આ જળસંચય મહિ...

ડિસેમ્બર 16, 2024 11:24 એ એમ (AM) ડિસેમ્બર 16, 2024 11:24 એ એમ (AM)

views 22

સેમી કન્ડક્ટર ઉત્પાદનનું ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બનશે : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ગઇકાલે સુરતથી સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ માટેના રાજ્યના પ્રથમ આઉટ સોર્સ્ડ પ્લાન્ટનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે સી આર પાટીલે ઈલેક્ટ્રોનિક ઉત્પાદન માટે સૌથી અગત્યનું રો-મટીરીયલ ગણાતા સેમી કન્ડક્ટર ઉત્પાદનનું ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરતની સૂચિ સેમિકોન દ્વારા પલસાણા તાલુકાના બગુમરા ખાતે ૮૪૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે સ્થાપવામાં આવેલા આ પ્લાન્ટમાં ઈલેક્ટ્રોનિક ચીપ્સનું ઉત્પા...