માર્ચ 16, 2025 7:13 પી એમ(PM) માર્ચ 16, 2025 7:13 પી એમ(PM)

views 9

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલનો આજે 71મો જન્મ દિવસ છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલનો આજે 71મો જન્મ દિવસ છે, જેને પગલે તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં તેમના ચાહકો વહેલી સવારથી જ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અને તેમના જન્મદિવસ પર સમગ્ર સુરત શહેરમાં વિવિધ લોકસેવાના કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે . ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉધના ઝોનના કાર્યકર્તાઓ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું, તો લિંબાયત વિધાનસભામાં પણ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો. દરમ્યાન કચ્છ જિલ્લામાં પણ વિવિધ સંસ્થાઓના સહયોગથી 6000 જેટલા બંધ બોરવેલ ર...

માર્ચ 2, 2025 8:05 પી એમ(PM) માર્ચ 2, 2025 8:05 પી એમ(PM)

views 9

કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામ ખાતે “સરપંચ સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો.

કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામ ખાતે “સરપંચ સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી પાટીલે સરપંચોને ‘જળ સંરક્ષણ – જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. આ અગાઉ શ્રી પાટીલે સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું.

ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM) ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM)

views 7

કેન્દ્રીય અંદાજપત્રથી સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે, “આ વખતનું પહેલું કેન્દ્રીય અંદાજપત્ર એવું છે, જેમાં સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો છે.” સુરતમાં ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધતા તેમણે કહ્યું, “આ અંદાજપત્રથી ખેડૂતો અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ- MSMEને લાભ થશે. ગત 10 વર્ષમાં દેશમાં આત્મનિર્ભરતા વધી હોવાનું પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું.

ડિસેમ્બર 19, 2024 8:01 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 8:01 પી એમ(PM)

views 7

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સુરતના સુંવાલી દરિયાકિનારે આવતીકાલથી શરૂ થનારા ત્રણ દિવસના મહોત્સવનો પ્રારંભ કરાવશે

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સુરતના સુંવાલી દરિયાકિનારે આવતીકાલથી શરૂ થનારા ત્રણ દિવસના મહોત્સવનો પ્રારંભ કરાવશે. આ મહોત્સવમાં ઊંટ અને ઘોડેસવારી, ક્રાફ્ટ સ્ટૉલ, ફૂટ કૉર્ટ, ફૉટો કૉર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણ હશે. ઉપરાંત 100 જેટલી ફૂટ સ્ટૉલ પણ તૈયાર કરાઈ છે. સત્તાવાર યાદી મુજબ, પ્રવાસનને વેગ મળે અને સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય તે હેતુથી સતત બીજા વર્ષે આ મહોત્સવનું આયોજન કરાયું છે. મહોત્સવમાં ત્રણેય દિવસ મનોરંજનના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. આ માટે મહાનગરપાલિકા દ...

ડિસેમ્બર 19, 2024 6:59 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 6:59 પી એમ(PM)

views 8

કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આજે જણાવ્યું હતું કે સરકાર એવા રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે

કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આજે જણાવ્યું હતું કે સરકાર એવા રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે જ્યાં ગ્રામીણ પરિવારોને હજુ સુધી 100 ટકા નળના પાણીના જોડાણો પૂરા પાડવામાં આવ્યા નથી. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં શ્રી પાટીલે કહ્યું કે હજુ પણ ચાર કરોડ ઘરો એવા છે કે જેમની પાસે નળના પાણીના જોડાણ નથી. મંત્રાલયે સંબંધિત રાજ્યો સાથે ચર્ચા કરીને નળના પાણીના જોડાણની જોગવાઈને ઝડપી બનાવવા વિનંતી કરી છે. જળ જીવન મિશન વિશે વાત કરતાં શ્રી પાટીલે કહ્યું કે આ મિશનથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીને પ્રોત...

ડિસેમ્બર 16, 2024 11:24 એ એમ (AM) ડિસેમ્બર 16, 2024 11:24 એ એમ (AM)

views 22

સેમી કન્ડક્ટર ઉત્પાદનનું ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બનશે : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ગઇકાલે સુરતથી સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ માટેના રાજ્યના પ્રથમ આઉટ સોર્સ્ડ પ્લાન્ટનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે સી આર પાટીલે ઈલેક્ટ્રોનિક ઉત્પાદન માટે સૌથી અગત્યનું રો-મટીરીયલ ગણાતા સેમી કન્ડક્ટર ઉત્પાદનનું ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરતની સૂચિ સેમિકોન દ્વારા પલસાણા તાલુકાના બગુમરા ખાતે ૮૪૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે સ્થાપવામાં આવેલા આ પ્લાન્ટમાં ઈલેક્ટ્રોનિક ચીપ્સનું ઉત્પા...

નવેમ્બર 23, 2024 7:41 પી એમ(PM) નવેમ્બર 23, 2024 7:41 પી એમ(PM)

views 7

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વિકાસની જીત ગણાવી તો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નજીવા મતોથી હારનો રંજ હોવાનું જણાવ્યું

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે મહારાષ્ટ્રમાં અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થતાં સૌ કાર્યકર્તા અને મતદારોનો આભાર માન્યો છે.(બાઇટ- સી.આર. પાટીલ) કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વાવ બેઠકની ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, દરેક રાઉન્ડમાં સતત લીડ મેળવ્યા બાદ છેલ્લા ત્રણ રાઉન્ડમાં નુકસાન બાદ નજીવા મતોથી કોંગ્રેસના ઉમેદવારની હારનો રંજ છે.(બાઇટ- શક્તિસિંહ ગોહિલ)

નવેમ્બર 15, 2024 6:57 પી એમ(PM) નવેમ્બર 15, 2024 6:57 પી એમ(PM)

views 8

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ચીખલી ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ચીખલી ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સી.આર. પાટીલે કહ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત સંકલ્પને હાંસલ કરવા માટે આદિમજૂથ સમુદાયના લોકોનો સર્વાંગી વિકાસ થાય તે પીએમ જનમત અભિયાનનો મુખ્ય હેતુ છે. આદિવાસી સમાજ મજબૂત અને તે માટે અનેક યોજનાઓ શરૂ કરવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે. આ પ્રસંગે આદિમ જૂથના વિવિધ યોજનાકીય લાભાર્થીઓને લાભોનું વિતરણ પણ કરાયું હતું.

ઓક્ટોબર 26, 2024 10:02 એ એમ (AM) ઓક્ટોબર 26, 2024 10:02 એ એમ (AM)

views 8

સુરતના વેસુ ખાતે આવેલી ભગવાન મહાવીર વિશ્વવિદ્યાલયનો ચોથો પદવીદાન સમારોહ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો

સુરતના વેસુ ખાતે આવેલી ભગવાન મહાવીર વિશ્વવિદ્યાલયનો ચોથો પદવીદાન સમારોહ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં વિશ્વવિદ્યાલય સંલગ્ન 15 મહાવિદ્યાલયના આર્કિટેક્ચર, પીએચડી, વિજ્ઞાન, કોમ્પ્યુટર એપ્લીકેશન, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, બી.એડ, એન્જિયરીંગ, આર્ટસ, એમબીએ, એમસીએ, ફાર્મસી, B.P.Ed, M.P.Ed, નર્સિંગ સહિત 15 વિદ્યાશાખાના બે હજાર 611 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર. પાટીલ અ...

ઓક્ટોબર 1, 2024 9:20 એ એમ (AM) ઓક્ટોબર 1, 2024 9:20 એ એમ (AM)

views 10

સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા નીરના વધામણાં કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા બંધ સંપૂર્ણ ભરાઈ જતાં નર્મદા નદીના નીરમાં વધામણાં કરવા આજે કેવડીયા જશે. આ કાર્યક્રમમાં તેમની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ જોડાશે. બાદમાં  નર્મદા બંધના  10થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે. જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને સાવચેત કરાયા છે. હાલ બંધની સપાટી 138.61 મીટરે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોસમનો અત્યાર સુધીનો 137 ટકા વરસાદ નોંધાયાના અહેવાલ છે. રાજ્યના ફરી એકવાર મેઘમહેર થતાં અનેક નદીઓની જળસપાટીમ...