સપ્ટેમ્બર 12, 2024 8:23 પી એમ(PM)
10
ભારતીય સામ્યવાદી પક્ષ– માર્ક્સવાદીના મહાસચિવ સીતારામ યેચુરીનું નવી દિલ્હી ખાતે આજે 72 વર્ષની વયે નિધન
ભારતીય સામ્યવાદી પક્ષ – માર્ક્સવાદીના મહાસચિવ સીતારામ યેચુરીનું આજે 72 વર્ષની વયે નિધન થયું છે. લાંબા સમયથી બિમાર યેચુરીએ નવી દિલ્હીના એઈમ્સ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષે એક નિવેદનમાં જણાવ્યું છે કે,શનિવારે તેમનો પાર્થિવ દેહ નવી દિલ્હીમાં આવેલા પાર્ટીના મુખ્યમથક એ.કે.ગોપાલન ભવનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોશિયલ મીડિયા પર શોક સંદેશમાં લખ્યું કે, સીતારામ યેચુરી એક વિદ્યાર્થી નેતા અને બાદમાં રાષ્ટ્રીય રાજનીતિજ્ઞ તેમ જ સાંસદ તરીકે એક...