ફેબ્રુવારી 11, 2025 6:25 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 6:25 પી એમ(PM)

views 2

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૭૭મું અંગદાન: હ્રદય, લીવરઅને બે કિડનીથી ચાર વ્યક્તિને નવજીવન મળશે

અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલમાં ગઈ કાલે ૧૭૭મું અંગદાન થયું હતું. દહેગામના રણાસણ ગામના વતની ચંપાબેન રાઠોડને વાહન અકસ્માતમાં માથામાં ગંભીર ઇજા થઇ હતી. સિવિલ હોસ્પિટલમાં તેમને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો.સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતુંકે,મૃતકના હૃદય, લીવર અને બે કિડનીથી ચાર વ્યક્તિને નવજીવન મળશે.આ સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૭૬ અંગોનું દાન મળ્યું છે, જેનાં દ્વારા ૫૫૮ વ્યકિતઓને જીવનદાન મળ્યું છે. ઉલ્લેખનીય છે,  સિવ...

ડિસેમ્બર 14, 2024 8:28 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:28 એ એમ (AM)

views 5

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર રાકેશ જોશી જણાવ્યું કે, હોસ્પિટલમાં આગામી સમયમાં એક હજાર ચારસો પથારીવાળી હોસ્પિટલ શરૂ થશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર રાકેશ જોશી જણાવ્યું કે, હોસ્પિટલમાં આગામી સમયમાં એક હજાર ચારસો પથારીવાળી હોસ્પિટલ શરૂ થશે. અમદાવાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ શ્રી જોશીના નિવેદનને ટાંકીને જણાવે છે કે આ એક હજાર ચારસો પથારીવાળી હોસ્પિટલ અત્યાધુનિક સાધનોથી સજ્જ હશે. તેમાં તમામ સુવિધાઓ, અત્યાધુનિક ટેક્નોલોજીવાળા મશીનો ધરાવતી ઓપીડી હશે અને તબીબોને તેમના કાર્ય માટે અલગ અલગ જગ્યા પણ ફાળવવામાં આવશે.

ઓક્ટોબર 18, 2024 10:51 એ એમ (AM) ઓક્ટોબર 18, 2024 10:51 એ એમ (AM)

views 2

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે અંગદાન થયા

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે અંગદાન થયા છે, જેમાં બંને અંગદાન થકી બે લીવર, ચાર કિડની, બે આંખો અને એક હૃદય મળી કુલ સાત અંગોનું દાન મળ્યું છે. આ અંગદાનથી સાત જરૂરિયાતમંદોને નવજીવન મળશે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 171 બ્રેઇન ડેડ વ્યક્તિઓનાં અંગદાન દ્વારા 537 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 308 કિડની, 148 લીવર, બાવન હૃદય, 30 ફેફસાં, 9 સ્વાદુપિંડ, બે નાના આંતરડા, પાંચ સ્કીન અને 116 આંખનું દાન મ...

ઓગસ્ટ 23, 2024 8:41 એ એમ (AM) ઓગસ્ટ 23, 2024 8:41 એ એમ (AM)

views 4

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં ૧૬૧મું અંગદાન થયું હતું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં ૧૬૧મું અંગદાન થયું હતું. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની 24 વર્ષીય જીનલ બ્રેઇન ડેડ જાહેર થતાં પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યુ કે, જીનલના અંગદાનથી મળેલી બે કિડની, એક લીવર, આંખો અને ચામડીનું જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે, જેનાંથી ત્રણથી ચાર લોકોની જિંદગી બચાવી શકાશે. સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૬૧ અંગદાતાઓ થકી કુલ ૫૨૦ અંગો તેમજ પાંચ ચામડીનું દાન મળેલ છે. આ રીતે ...