ડિસેમ્બર 24, 2024 7:29 પી એમ(PM) ડિસેમ્બર 24, 2024 7:29 પી એમ(PM)
6
ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ સેલ દ્વારા આરોપીઓ પાસેથી 108 કરોડ રૂપિયાથી વધુની રકમની વસૂલાત કરવામાં આવી
ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ સેલ દ્વારા વર્ષ 2024માં સાયબર આરોપીઓ પાસેથી 108 કરોડ રૂપિયાથી વધુની રકમની વસૂલાત કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં આ વર્ષે 15 ડિસેમ્બર સુધીમાં સાયબર ગુનાઓ સંબંધિત એક લાખ 31 હજાર જેટલી ફરિયાદો મળી છે. તેની સામે કાર્યવાહી કરાતા એક વર્ષમાં 285 કરોડ 12 લાખ રૂપિયા ટાંચમાં લઈ તેની વસૂલાતની કાર્યવાહી ચાલી રહી છે. સ્ટેટ સાયબર ક્રાઈમ સેલના SP ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, સાયબર ક્રાઈમ સૅલ દ્વારા ત્રણથી 13 ડિસેમ્બર સુધી યોજાયેલી વિશેષ ઝૂંબેશમાં રાજ્યભરની 40 હજાર 905...