જુલાઇ 9, 2024 3:58 પી એમ(PM) જુલાઇ 9, 2024 3:58 પી એમ(PM)
8
રાજ્યના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે કરાર થયા
રાજ્યના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે ગાંધીનગર ખાતે ભાગીદારી કરાર થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ભાગીદારીથી ડિજિટલ અર્થતંત્રમાં નવીનીકરણ અને રોકાણનું કેન્દ્ર બનવાનાં ગુજરાતનાં પ્રયત્નોને વેગ મળશે. સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે આ ભાગીદારીથી રાજ્યમાં કુશળ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા અને ટેકનોલોજીને આગળ ધપાવવામાં આ પહેલને મહત્વપૂર્ણ ગણાવી હતી.