માર્ચ 16, 2025 7:10 પી એમ(PM) માર્ચ 16, 2025 7:10 પી એમ(PM)

views 5

સાબરકાંઠા જિલ્લાના ફિંચોડ ખાતે સાંસદ શોભના બારૈયાની ઉપસ્થિતિમાં નવીન ગ્રંથાલય ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો.

સાબરકાંઠા જિલ્લાના ફિંચોડ ખાતે સાંસદ શોભના બારૈયાની ઉપસ્થિતિમાં નવીન ગ્રંથાલય ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય તથા રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તાના આર્થિક સહયોગથી આયોજિત આ કાર્યક્રમમા સાંસદ શોભનાબેન બારૈયા તેમજ ઇડર ધારાસભ્ય રમણલાલ વોરાએ રીબીન કાપીને નવીન ગ્રંથાલય ભવનનો શુભારંભ કરાવ્યો હતો.

ફેબ્રુવારી 18, 2025 3:32 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 3:32 પી એમ(PM)

views 4

સાબરકાંઠા જિલ્લામાં ખેલ મહાકુંભ ત્રીજા તબક્કા અંતર્ગત હિંમતનગર ખાતે મધ્ય ઝોન કક્ષા બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ

સાબરકાંઠા જિલ્લામાં ખેલ મહાકુંભ ત્રીજા તબક્કા અંતર્ગત હિંમતનગર ખાતે મધ્ય ઝોન કક્ષા બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં 8 ટીમોએ ભાગ લીધો, જેમાં અમદાવાદ શહેર ટીમ પ્રથમ ક્રમાંકે અને બનાસકાંઠા ટીમ દ્વિતીય ક્રમાંકે રહી હતી. આ બંને ટીમો હવે રાજ્ય કક્ષાએ ભાગ લેશે.

જાન્યુઆરી 9, 2025 3:24 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 3:24 પી એમ(PM)

views 4

સાબરકાંઠા જિલ્લાના ઈડરિયા ગઢ ખાતે આવતીકાલે પાંચમી ઐતિહાસિક આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

સાબરકાંઠા જિલ્લાના ઈડરિયા ગઢ ખાતે આવતીકાલે પાંચમી ઐતિહાસિક આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં રાજ્યભરના જૂનિયર સાહસવીર ખેલાડીઓ ભાગ લેશે. આ સ્પર્ધા ઈડરિયો ગઢ તળેટી પાસે આવતીકાલે સવારે સાત વાગ્યે શરૂ થશે.

નવેમ્બર 22, 2024 2:49 પી એમ(PM) નવેમ્બર 22, 2024 2:49 પી એમ(PM)

views 3

સાબરકાંઠા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા બાળ લગ્ન અટકાવવા ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

સાબરકાંઠા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા બાળ લગ્ન અટકાવવા ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે. બાળલગ્નો ન થાય તે માટે સમૂહલગ્નનાં આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, રસોઈયા, મંડપ ડેકોરેટર, ફોટોગ્રાફર તથા વર અને કન્યા પક્ષના પરિવારોને અપીલ કરવામાં આવી છે કે, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ છોકરીના લગ્ન 18 વર્ષ પહેલાં અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. આ કાયદાનો ભંગ કરનારને એક લાખ રૂપિયા સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કેદ થઇ શકે છે.

નવેમ્બર 19, 2024 7:28 પી એમ(PM) નવેમ્બર 19, 2024 7:28 પી એમ(PM)

views 5

સાબરકાંઠામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘દૂધ ઉત્પાદનના વ્યવસાયનો સૌથી વધુ લાભ દેશને થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ’

કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યની મુલાકાતના બીજા દિવસે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠાના હિમ્મતનગરમાં આવેલી સાબર ડેરીના પશુઆહારના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતાં શાહે ખેડૂતોને અને ખાસ કરીને મહિલાઓને પ્રાકૃતિક ખેતીને અપનાવવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, કર્કરોગ, મધુપ્રમેહ અને રક્તમાપની બિમારીથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક ખેતી જરૂરી છે. દૈનિક 800 મેટ્રિકટન પશુ આહારના ઉત્પાદનની ક્ષમતાવાળા નવા પ્લાન્ટનું લોકાર્પણ કરતાં શાહે જણાવ્યું કે,છ દાયકાથી કાર્યરત્ સ...

નવેમ્બર 9, 2024 6:04 પી એમ(PM) નવેમ્બર 9, 2024 6:04 પી એમ(PM)

views 4

સાબરકાંઠા: 18 આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું NQAS સર્ટીફિકેટ મળ્યું

આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત સેવાઓ પુરી પાડવા બદલ સાબરકાંઠા જિલ્લાના 18 આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું નેશનલ ક્વૉલીટી એશ્યોરન્સ સર્ટીફિકેટ NQAS મેળવ્યું છે. સાબરકાંઠા જિલ્લાએ સમગ્ર રાજ્યમાં NQAS મેળવવામાં અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. NQAS મળવાથી જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. જિલ્લામાં કુલ 46 આયુષ્માન મંદિરોને NQAS મળ્યા છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે સરકારી આરોગ્ય સેવાઓ પુરી પાડતી જુદી જુદી સંસ્થાઓને NQAS આપવામાં આવે છે. NQAS માટ...