જુલાઇ 18, 2024 8:10 પી એમ(PM)

views 21

સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી- NTAને નીટ-યૂજી 2024ના તમામ પરીક્ષાર્થીઓના પરિણામો, શનિવારે બપોરે બાર વાગ્યા સુધીમાં વેબસાઇટ પર મૂકવા કહ્યું છે

સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી- NTAને નીટ-યૂજી 2024ના તમામ પરીક્ષાર્થીઓના પરિણામો, શનિવારે બપોરે બાર વાગ્યા સુધીમાં વેબસાઇટ પર મૂકવા કહ્યું છે. મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધીશ જે. બી પારદીવાલા તેમજ ન્યાયાધીશ મનોજ મિશ્રાની ખંડપીઠે ઉમેદવારોના નામ જાહેર ન કરતા, શહેર અને કેન્દ્ર પ્રમાણે પરિણામ પ્રકાશિત કરવા નિર્દશ કર્યા છે. સર્વોચ્ચ અદાલતની આ ખંડપીઠ મેડિકલ પરીક્ષા સંદર્ભેની 40 અરજીઓ પર સુનાવણી શરૂ કરી છે. આગામી સુનાવણી સોમવારે થશે. આ પૂર્વે ખંડ પીઠે પરીક્ષાની વિશ્વસનિયતા સા...

જુલાઇ 18, 2024 2:09 પી એમ(PM)

views 16

ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહ અને ન્યાયાધીશ આર મહાદેવને આજે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા

ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહ અને ન્યાયાધીશ આર મહાદેવને આજે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા હતા. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે બંને ન્યાયાધીશને શપથ લેવડાવ્યા હતા. આ અગાઉ ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. ન્યાયાધીશ આર મહાદેવન મદ્રાસ હાઈકોર્ટના જજ હતા.

જુલાઇ 16, 2024 4:18 પી એમ(PM)

views 17

સર્વોચ્ચ અદાલતે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે એસઆઇટીની રચના કરવાના તેના 3 જાન્યુઆરીના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી

સર્વોચ્ચ અદાલતે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે ખાસ તપાસ ટુકડી - એસઆઇટીની રચના કરવાના તેના 3 જાન્યુઆરીના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. સમીક્ષા અરજી પર વિચાર કર્યા બાદ, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે રેકોર્ડ પર કોઈ ભૂલ સ્પષ્ટ નથી. સંગઠિત અપરાધ અને ભ્રષ્ટાચાર રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) અને હિન્ડેનબર્ગ રિસર્ચ જેવી તૃતીય-પક્ષ સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલોને નિર્ણાયક પુરાવા તરીકે ગણી શકાય નહીં.

જુલાઇ 8, 2024 8:02 પી એમ(PM)

views 15

સર્વોચ્ચ અદાલતે NEET UG પરીક્ષામાં ગેરરીતિ અંગે કેન્દ્ર સરકાર, NTA અને CBI પાસેથી અહેવાલ માગ્યો

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થા- એનટીએને નીટ યુજી પેપર ગેરરિતી કેસમાં અહેવાલરજૂ કરવા જણાવ્યું છે. અદાલતે સીબીઆઇને આ કેસમાં તેણે અત્યાર સુધી કરેલી તપાસઅંગેનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ નિર્દેશ આપ્યો છે. અદાલતે એનટીએ, કેન્દ્ર સરકાર અને સીબીઆઇને બુધવારે સાંજેપાંચ વાગ્યા સુધીમાં તેમનાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસમાં વધુ સુનાવણીગુરૂવારે થશે.નીટ યુજી પરિક્ષામાં ગેરરિતીઅને અનિયમિતતા થઈ હોવાનો આક્ષેપ કરતી અને નવેસરથી પરિક્ષા લેવાનો નિર્દેશ આપવાનીમાંગણી કરતી સંખ્યાબંધ અ...

જુલાઇ 2, 2024 7:53 પી એમ(PM)

views 32

દિલ્હીના કડક઼ડડૂમા અદાલત પરિસરમાં ત્રણ નવા ભવનોના નિર્માણના શિલાન્યાસ પ્રંસગે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે સંબોધન કર્યું

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે એક નિવેદનમાં ન્યાયપાલિકાના આધારભૂત સિદ્ધાંતો તરીકે ન્યાય અને સમાનતા પર ભાર મૂક્યો છે.દિલ્હીના કડક઼ડડૂમા અદાલત પરિસરમાં ત્રણ નવા ભવનોના નિર્માણના શિલાન્યાસ પ્રંસગે તેઓ બોલી રહ્યા હતા. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અદાલત માત્ર ઇંટ-પથ્થરોથી નહીં, પરંતુ લોકોની આશા અને અપેક્ષાઓથીબનતી હોય છે.  વધુમાં તેમણે કહ્યું કે અદાલતો મનમરજીથી નિર્ણયોલેવા માટે નહીં પરંતુ જનતા માટે કાયદાના માધ્યમથી એક વ્યવસ્થા પૂરી પાડવા માટેબનાવવામાં આવી છે.