ફેબ્રુવારી 18, 2025 6:34 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 6:34 પી એમ(PM)

views 3

સર્વોચ્ચ અદાલતે યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયાને યુટ્યુબ શોમાં વિવાદાસ્પદ ટિપ્પણીઓ અંગે નોંધાયેલી અનેક ફરિયાદોના સંદર્ભમાં ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું

સર્વોચ્ચ અદાલતે યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયાને યુટ્યુબ શોમાં વિવાદાસ્પદ ટિપ્પણીઓ અંગે નોંધાયેલી અનેક ફરિયાદોના સંદર્ભમાં ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું છે. તેમણે તાજેતરમાં ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં મહેમાન ભૂમિકા દરમિયાન અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે ભારે હોબાળો મચ્યો હતો.અદાલતે અલ્લાહબાદિયાઅને તેમના સાથીઓને આગામી આદેશો સુધી શોના કોઈપણ એપિસોડનું પ્રસારણ કરવાથી રોક્યા છે. વધુમાં, તેમને થાણે પોલીસ સ્ટેશનમાં તેમનો પાસપોર્ટ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો અને પૂર્વ પરવાનગી વિના દેશછોડવ...

ફેબ્રુવારી 7, 2025 7:16 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 7:16 પી એમ(PM)

views 4

સર્વોચ્ચ અદાલતમાં 10 વર્ષથી વધુ સમયથી 7 હજારથી વધારે કેસ પડતર છે

સરકારે આજે કહ્યું, સર્વોચ્ચ અદાલતમાં 10 વર્ષથી વધુ સમયથી 7 હજારથી વધારે કેસ પડતર છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જૂનરામ મેઘવાલે જણાવ્યું, 10 વર્ષથી વધુ સમયથી પડતર આ કેસમાંથી અંદાજે 6 હજાર સિવિલ કેસ છે. અન્ય એક લેખિત જવાબમાં શ્રી મેઘવાલે કહ્યું, ગત વર્ષના અંત સુધીમાં દેશમાં ફાસ્ટટ્રેક અદાલતે 3 લાખ કેસનો નિકાલ કર્યો છે.

જાન્યુઆરી 24, 2025 6:45 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 6:45 પી એમ(PM)

views 6

સર્વોચ્ચ અદાલતે આજે આવકવેરા કાયદા હેઠળ TDS સિસ્ટમને નાબૂદ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી ફગાવી

સર્વોચ્ચ અદાલતે આજે આવકવેરા કાયદા હેઠળ TDS સિસ્ટમને નાબૂદ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાઅને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે જણાવ્યું કે આ અરજી મુસદ્દો નબળો હતો અનેઅરજદારને વડી અદાલતનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. આ અરજીમાં, TDS માળખાને મનસ્વી અને અતાર્કિક હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જે સમાનતાનાઅધિકાર સહિત ઘણા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

નવેમ્બર 28, 2024 8:06 પી એમ(PM) નવેમ્બર 28, 2024 8:06 પી એમ(PM)

views 6

સર્વોચ્ચ અદાલતે દિલ્હીની હવાની ખૂબ જ ખરાબ ગુણવત્તાના પડકારને પહોંચી વળવા અત્યારે અમલમાં મૂકાયેલ ચોથા દરજ્જાની પ્રતિભાવ કાર્ય યોજના- GRAP ને આગામી બીજી ડિસેમ્બર સુધી યથાવત રાખવાનો આદેશ આપ્યો છે

સર્વોચ્ચ અદાલતે દિલ્હીની હવાની ખૂબ જ ખરાબ ગુણવત્તાના પડકારને પહોંચી વળવા અત્યારે અમલમાં મૂકાયેલ ચોથા દરજ્જાની પ્રતિભાવ કાર્ય યોજના- GRAP ને આગામી બીજી ડિસેમ્બર સુધી યથાવત રાખવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ અભય ઓખ અને ઓગસ્ટાઇન જયોર્જની બેંચે તેમના આદેશમાં જણાવ્યું છે કે, સર્વોચ્ચ અદાલત હવાના પ્રદૂષણના લાંબા ગાળાના ઉકેલ મેળવવા આ મુદ્દાને લગતી અરજીઓની સુનાવણી ચાલુ રાખશે. અદાલતે જણાવ્યું છે કે, GRAPના નિયંત્રણો ઘટાડવા અંગે નિર્ણય લેવા હવા ગુણવત્તા વ્યવસ્થાપન પંચની બેઠક યોજાશે.

નવેમ્બર 22, 2024 2:25 પી એમ(PM) નવેમ્બર 22, 2024 2:25 પી એમ(PM)

views 2

સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી મસ્જિદનાં સીલ કરવામાં આવેલા વિસ્તાર ‘વઝુખાના’નો એએસઆઇ સર્વે કરાવવા હિન્દુ પક્ષકારોએ કરેલી અરજીને પગલે જ્ઞાનવાપી મસ્જિદ સમિતીનો પ્રતિસાદ માંગ્યો

સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી મસ્જિદનાં સીલ કરવામાં આવેલા વિસ્તાર ‘વઝુખાના’નો એએસઆઇ સર્વે કરાવવા હિન્દુ પક્ષકારોએ કરેલી અરજીને પગલે જ્ઞાનવાપી મસ્જિદ સમિતીનો પ્રતિસાદ માંગ્યો છે. આ વિસ્તારમાં શિવલિંગ મળી આવ્યું હોવાનો હિન્દુઓનો દાવો છે. 2023માં સર્વોચ્ચ અદાલતે વઝુખાના સિવાયના વિસ્તારોમાં તોડફોડ વિના મસ્જિદનો એએસઆઇ સર્વૈ કરવાની મંજૂરી આપી હતી.

ઓક્ટોબર 23, 2024 7:40 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 7:40 પી એમ(PM)

views 3

વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ અધિનિયમે પરાળી સળગાવવા પર સજાને લગતી જોગવાઈનું પાલન નથી થઈ રહ્યું : સર્વોચ્ચ અદાલત

સર્વોચ્ચ અદાલતે આજે કહ્યું કે, ‘વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ અધિનિયમે પરાળી સળગાવવા પર સજાને લગતી જોગવાઈનું પાલન નથી થઈ રહ્યું.’ સર્વોચ્ચા અદાલતે કહ્યું કે, આ અધિનિયમ કાયદાને લાગુ કરવા માટે જરૂરી તંત્ર બનાવ્યા વિના જ કાયદાનો અમલ કરાયો હતો. કેન્દ્ર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ ઐશ્વર્ય ભાટીએ અદાલતને દસ દિવસમાં નિયમ નક્કી કરાશે અને અધિનિયમને સંપૂર્ણ રીતે લાગુ કરાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે પરાળી સળગાવવા અંગે પંજાબ અને હરિયાણા સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવા અંગે વાંધો ઉઠાવ્યો હતો. એડ...

ઓક્ટોબર 17, 2024 2:17 પી એમ(PM) ઓક્ટોબર 17, 2024 2:17 પી એમ(PM)

views 9

સર્વોચ્ચ અદાલતે આસામમાં ગેરકાયદે પ્રવાસીઓને ભારતીય નાગરિકત્વ આપવા સંબંધિત નાગરિકતા અધિનિયમની ધારા – 6 એ ની બંધારણીય માન્યતાને યથાવત્ રાખી

સર્વોચ્ચ અદાલતે ચાર-એકની બહુમતીના નિર્ણયમાં આસામમાં ગેરકાયદે પ્રવાસીઓને ભારતીય નાગરિકત્વ આપવા સંબંધિત નાગરિકતા અધિનિયમની ધારા – 6 એની બંધારણીય માન્યતાને યથાવત્ રાખી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની પીઠે કહ્યું કે, ‘આસામ સમજૂતી ગેરકાયદેસર શરણાર્થીઓની સમસ્યાનો રાજકીય ઉકેલ છે.’ ન્યાયાધીશ સૂર્ય કાન્ત, એમ. એમ. સુંદરેશ અને મનોજ મિશ્રાએ પોતાના ચુકાદામાં કહ્યું કે, ‘સંસદ પાસે આ જોગવાઈને લાગુ કરવાની કાયદાકીય ક્ષમતા હતી.’

ઓક્ટોબર 4, 2024 7:33 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 7:33 પી એમ(PM)

views 7

સર્વોચ્ચ અદાલતે સોમનાથ મંદિર પાસે બુલડોઝર દ્વારા અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી પર મનાઇ હૂકમ આપવાનો ઇનકાર કર્યો

સર્વોચ્ચ અદાલતે સોમનાથ મંદિર પાસે બુલડોઝર દ્વારા અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી પર મનાઇ હૂકમ આપવાનો ઇનકાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે, તે રાજ્ય સરકારનાં જવાબની રાહ જોવા માંગે છે. જો અદાલતનું અપમાન થયું હોય તેવું જણાય તો યોગ્ય કાર્યવાહી કરાશે અને સ્થિતિ પૂર્વવત કરવાનો નિર્દેશ પણ અપાશે. અદાલતે ગુજરાત સરકારને નોટીસ જારી કરી છે આ મામલે વધુ સુનાવણી 16 ઓક્ટોબરે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે બુલડોઝર કાર્યવાહી અટકાવવાના સર્વોચ્ચ અદાલતનાં 17 સપ્ટેમ્બરનાં આદેશ બાદ પણ મોટા પાયે અતિક્રમણ કાર્યવાહી ...

ઓક્ટોબર 4, 2024 3:11 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 3:11 પી એમ(PM)

views 2

સર્વોચ્ચ અદાલતે સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા અંગેની અરજી પર સુનાવણી કરતા રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો

સર્વોચ્ચ અદાલતે સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા અંગેની અરજી પર સુનાવણી કરતા રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. જોકે સર્વોચ્ચ અદાલતે આ મામલે વચગાળાનો મનાઈ હુકમ આપવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયાધીશ બી.આર ગવાઈ અને કે.વી. વિશ્વનાથને સુમ્માસ્ત પટણી મુસ્લિમ જમાત ટ્રસ્ટ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 28 સપ્ટેમ્બરે સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં મોટા પાયે ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડ્યા હતા.

ઓક્ટોબર 4, 2024 1:51 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 1:51 પી એમ(PM)

views 2

સર્વોચ્ચ અદાલતે તિરુપતિ મંદિર પ્રસાદ વિવાદ મામલે તપાસ માટે સ્વતંત્ર વિશેષ તપાસ ટીમની રચના કરવાનો આદેશ આપ્યો

સર્વોચ્ચ અદાલતે તિરુમાલા તિરુપતિ મંદિરમાં પ્રસાદમના લાડુમાં ભેળસેળયુક્ત ઘીના ઉપયોગ અંગેના આરોપોની તપાસ કરવા માટે સ્વતંત્ર વિશેષ તપાસ ટીમની રચના કરવાનો આદેશ આપ્યો છે. સ્વતંત્ર એસઆઈટીમાં સીબીઆઈના બે અધિકારીઓ અને આંધ્રપ્રદેશ પોલીસના બે અધિકારીઓ તથા ભારતીય અન્ન સલામતી અને ધારાધોરણ સત્તામંડળના બે વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થશે. સીબીઆઈ ડાયરેક્ટર દ્વારા આ સમગ્ર કેસની તપાસની દેખરેખ રાખવામાં આવશે. સર્વોચ્ચ અદાલત ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી, રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ અધ્યક્ષ, તિરુમાલા તિરુપતિ દ...