સપ્ટેમ્બર 28, 2024 10:07 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2024 10:07 એ એમ (AM)

views 15

રાજ્યના ૧૧૩ ડેમ સંપૂર્ણ ભરાયા, નર્મદા ડેમમાં ૯૮ ટકા પાણીનો સંગ્રહ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના 113 ડેમ સંપૂર્ણ અને 66 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે 14 ડેમ 50 ટકાથી 70 ટકા, 08 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 05 ડેમમાં 25 ટકાથી ઓછો પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત 158 ડેમને હાઈ એલર્ટ, જયારે 12 ડેમ એલર્ટ અને 09 ડેમને ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના જીવાદોરી ગણાતા સરદાર સરોવર યોજનામાં હાલ 3 લાખ, 30 હજાર, 327 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 98 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 5 લાખ 18 હજાર 109 એમ.સી.એફ.ટી. ...

જુલાઇ 18, 2024 7:15 પી એમ(PM) જુલાઇ 18, 2024 7:15 પી એમ(PM)

views 11

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાને પાર પહોંચી ગયો

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાને પાર પહોંચી ગયો છે. આ સાથે રાજ્યના કુલ 206 જળાશયમાં કુલ સંગ્રહશક્તિના 35.38 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે એમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે આજે સવારે 8 વાગ્યાના અહેવાલ મુજબ ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે, જેમાં જામનગરના વાગડીયા અને સસોઈ-2 તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ સો ટકા ભરાતા હાઈ અલર્ટ અપાયું છે. આ ઉપરાંત જુનાગઢના ઓઝત-2 અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડા...

જુલાઇ 16, 2024 4:01 પી એમ(PM) જુલાઇ 16, 2024 4:01 પી એમ(PM)

views 12

સરદાર સરોવર ડેમમાં 52 ટકાથી વધુ જળસંગ્રહ થયો

રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં વરસેલા વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 52 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે 206 જળાશયોમાં 34 ટકાથી વધુનો જળસંગ્રહ થયાના જળસંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. જળસંપત્તિ વિભાગના જણાવ્યા મુજબ, આજે સવારે 8 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના વાગડીયા, વાંસલ અને સસોઈ-2 એમ ત્રણ જળાશય સંપૂર્ણ છલકાતા હાઈઅલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના 5 ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર છે, જેમાં જૂનાગઢના ઓઝત-2 અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-2 તથા ભરૂચન...

જુલાઇ 1, 2024 7:38 પી એમ(PM) જુલાઇ 1, 2024 7:38 પી એમ(PM)

views 17

રાજ્યનો જીવાદોરી સમાન “સરદાર સરોવર” ડેમ 51 ટકાથી વધુ ભરાઈ ગયો

રાજ્યનો જીવાદોરી સમાન “સરદાર સરોવર” ડેમ-જળાશયમાં નવા નીરની આવક થતાં તે 51 ટકાથી વધુ ભરાઈ ગયો છે. જળ સંપતિ વિભાગના અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100 ટકા છલકાઈ જતાં હાઈ-અલર્ટ તેમ જ ધોળીધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સવારે 8 વાગ્યાના પ્રાપ્ત અહેવાલ મુજબ, રાજ્યના કુલ 206 માંથી એક જળાશય સંપૂર્ણ છલકાયું છે. જ્યારે ચાર જળાશય 70 થી 100 ટકા, 11 જળાશય 50થી 70 ટકા તેમ જ 33 જળાશય 25થી 50 ટકા સુધી ભરાઈ ગયા છે. આ સા...