ઓક્ટોબર 24, 2024 8:11 એ એમ (AM)

views 12

કેન્દ્ર સરકારે સરદાર પટેલની 150મી જન્મજયંતીની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવાની જાહેરાત કરી

સરકારે આ વર્ષથી બે વર્ષ માટે સરદાર પટેલની 150મી જન્મજયંતીની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવાની જાહેરાત કરી છે. સરદાર પટેલે દેશ માટે આપેલા પ્રદાનનું સન્માન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, આ ઉજવણી સરદાર પટેલની નોંધપાત્ર સિધ્ધિઓ અને એકતાની ભાવનાનું પ્રતીક છે. સરદાર પટેલનાં પ્રદાન પર ભાર મૂકતા શ્રી શાહે જણાવ્યું કે, વિશ્વની સૌથી મજબૂત લોકશાહીની સ્થાપના પાછળનાં સ્વપ્નદ્રષ્ટા તરીકેનો તેમનો કાયમી વારસો અને કાશ્મીરથી લક્ષદ્વીપ સુધી ભારતને એક કરવામાં તેમની મુખ્...