માર્ચ 11, 2025 7:38 પી એમ(PM) માર્ચ 11, 2025 7:38 પી એમ(PM)

views 4

સરકારે આજે બે આતંકવાદી સંગઠનો આવામી એક્શન કમિટી AAC અને જમ્મુ અને કાશ્મીર ઇત્તિહાદુલ મુસ્લિમીન JKIM પર પ્રતિબંધ મૂક્યો

સરકારે આજે બે આતંકવાદી સંગઠનો આવામી એક્શન કમિટી AAC અને જમ્મુ અને કાશ્મીર ઇત્તિહાદુલ મુસ્લિમીન JKIM પર પ્રતિબંધ મૂક્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) કાયદા હેઠળ બંને જૂથોને ગેરકાયદે સંગઠન જાહેર કરાયા છે. મંત્રાલયે જણાવ્યું કે, AAC અને JKIM ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે, જે દેશની અખંડિતતા, સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે હાનિકારક છે. તેમાં જણાવાયું છે કે, જૂથોના સભ્યો જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે આતંકવાદી પ્રવૃત્તિઓ અને ભારત વિરોધી પ્રચારને ટેકો આપવા...

ઓક્ટોબર 4, 2024 3:16 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 3:16 પી એમ(PM)

views 4

ખેડૂતોને પાકનું પૂરતું વળતર મળી રહે એ માટે કેન્દ્ર સરકાર ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે

ખેડૂતોને પાકનું પૂરતું વળતર મળી રહે એ માટે કેન્દ્ર સરકાર ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે. આ માટેની ઓનલાઇન નોંધણી શરૂ થઈ ગઈ છે. 3 ઑક્ટોબરથી શરૂ કરીને 31 ઑક્ટોબર સુધી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર તેની નોંધણી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર મગફળી, મગ, અડદ અને સોયિબિનની ટેકાના ભાવે ખરીદી કરશે. આ માટે મગફળી માટે 6 હજાર 783, મગ માટે 8 હજાર, 682, અડદ માટે 7 હજાર, 400 અને સોયાબિન માટે 4 હજાર, 892 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કર્યા છે.