માર્ચ 11, 2025 6:24 પી એમ(PM) માર્ચ 11, 2025 6:24 પી એમ(PM)

views 7

રાજ્યની સરકારી અને અનુદાનિક મહાવિદ્યાલયોમાં વિવિધ સંવર્ગની ભરતી વાર્ષિક સમયપત્રક મુજબ કરાશે

રાજ્યની સરકારી અને અનુદાનિક મહાવિદ્યાલયોમાં વિવિધ સંવર્ગની ભરતી વાર્ષિક સમયપત્રક મુજબ કરાશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં છોટાઉદેપુર જિલ્લામાં વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહની સરકારી અને અનુદાનિત મહાવિદ્યાલયોમાં મંજૂર મહેકમના પ્રશ્નના જવાબમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ આ માહિતી આપી હતી.શ્રી પાનશેરિયાએ કહ્યું, છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ સંવર્ગની 43 મંજૂર મહેકમ સામે 29 જગ્યા ભરાઈ છે. જ્યારે 14 ખાલી જગ્યાઓઝડપથી ભરાશે.