ડિસેમ્બર 6, 2024 7:47 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:47 પી એમ(PM)

views 4

સંસદના બંને ગૃહોમાં વિવિધ મુદ્દાઓ માટે થયેલા શોરબકોર અને સૂત્રોચ્ચારના પગલે બંને ગૃહોની બેઠક આજના દિવસ માટે મુલતવી રખાઇ

સંસદના બંને ગૃહોમાં વિવિધ મુદ્દાઓ માટે થયેલા શોરબકોર અને સૂત્રોચ્ચારના પગલે બંને ગૃહોની બેઠક આજના દિવસ માટે મુલતવી રખાઇ છે. રાજયસભામાં કોંગ્રેસના સાંસદની બેઠક પરથી ચલણી નોટો મળી આવવાના મુદ્દે સત્તાધારીપક્ષના સભ્યોએ કરેલા સૂત્રોચ્ચાર બાદ ગૃહની બેઠક આજના દિવસ માટે મુલતવી રખાઇ હતી. જયારે લોકસભામાં ભાજપના સાંસદ નીશિકાંત દુબે દ્વારા કરાયેલા આક્ષેપો સામે વિપક્ષના સભ્યોએ કરેલા સૂત્રોચ્ચાર બાદ લોકસભાની બેઠક મુલતવી રખાઇ હતી.

ડિસેમ્બર 3, 2024 9:29 એ એમ (AM) ડિસેમ્બર 3, 2024 9:29 એ એમ (AM)

views 4

વિપક્ષો સાથે સહમતી સધાતા આજથી સંસદના બંને ગૃહોની કાર્યવાહી સુચારૂ રૂપે ચાલે તેવી શક્યતા

ચાલુ શિયાળુ સત્રમાં સંસદની કાર્યવાહી આજે સુચારૂરૂપે ચાલે અને ખોરવાય નહીં તે માટે સરકાર અને વિરોધ પક્ષો સહમત થયા છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગઇકાલે સંસદ ભવનમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન શ્રી બિરલાએ તમામ સભ્યોને ગૃહની કાર્યવાહી ચાલવા દેવા વિનંતી કરી હતી. બેઠકમાં, નેતાઓ લોકસભાની કાર્યવાહી અવિરત ચાલે તે સુનિશ્ચિત કરવા સહમત થયા હતા. સતત પાંચ દિવસથી સંસદની કાર્યવાહી થઇ રહી નથી.. સંભલ હિંસા, એક વેપારી જૂથ સામે લાંચનો આરોપ સહિતના મુદ્દાઓને લઇને વિપક્ષોએ રાજ્યસભા અન...

નવેમ્બર 28, 2024 1:53 પી એમ(PM) નવેમ્બર 28, 2024 1:53 પી એમ(PM)

views 7

વિપક્ષોના ભારે શોરબકોર અને સૂત્રોચ્ચાર બાદ સંસદના બંને ગૃહોની કામગીરી આવતીકાલ સવારના અગિયાર વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી

વિપક્ષોના ભારે શોરબકોર અને સૂત્રોચ્ચાર બાદ સંસદના બંને ગૃહોની કામગીરી આવતીકાલ સવારના અગિયાર વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી છે.. આજે સવારે જ્યારે લોકસભાની બેઠક મળી, ત્યારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે અને અન્ય સહિતના વિપક્ષી પક્ષોએ એક અગ્રણી વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપો સહિતના વિવિધ મુદ્દાઓ પર હંગામો મચાવ્યો હતો. વિરોધ કરી રહેલા સભ્યો સૂત્રોચ્ચાર કરતા વેલ સુધી ધસી ગયા હતા. જેને કારણે સંસદના બંને ગૃહોની કામગીરી પહેલા બાર વાગ્યા સુધી સ્થિગત કરી દેવાઇ હતી. બપોરે બાર વાગ્યા બાદ કામગીરી ફરી ...

નવેમ્બર 27, 2024 7:41 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:41 પી એમ(PM)

views 3

વિરોધ પક્ષોએ વિવિધ મુદ્દે શોરબકોર કરતાં સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજનાં દિવસ પૂરતી મોકૂફ

એક અગ્રણી ઉદ્યોગ જૂથ સામે કથિત લાંચના આરોપો સહિત વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષોએ ભારે હોબાળો કરતાં સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજનાં દિવસ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આજે સવારે જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિરોધ પક્ષોનાં સાંસદોએ એક અગ્રણી ઉદ્યોગ જૂથ સામે કથિત લાંચનાં આરોપો, મણિપુરની હિંસા અને ઉત્તરપ્રદેશનાં સંભલમાં હિંસા જેવા મુદ્દે નિયમ 267 હેઠળ આપેલી ગૃહ મોકૂફીની નોટિસને સભાપતિ જગદીપ ધનખડે ફગાવી દીધી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યસભાએ સભાપતિનાં નિર્દેશનું પાલન કરવાની સ...

નવેમ્બર 27, 2024 2:34 પી એમ(PM) નવેમ્બર 27, 2024 2:34 પી એમ(PM)

views 2

વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહો આજના દિવસ માટે મુલતવી

વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી આજના દિવસ માટે સ્થગિત કરી દેવાઇ હતી. એક અગ્રણી વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપો સહિતના વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી આજે સવારે શરૂ થતાંની સાથે જ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે. જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થતા સ્થિગત કરી દેવાઇ હતી. કોંગ્રેસ, ડાબેરી, DMK, TMC, SP, AAP અને અન્ય પાર્ટીઓના સંસદ સભ્યોએ ગૃહને સ્થગિત કરવાનો મુદ્દાઓ ઉઠાવીને હોબાળો શરૂ કર્યો હતો. અગાઉ, જ્યારે આજે સવારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે અધ્...

ઓગસ્ટ 9, 2024 8:03 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 8:03 પી એમ(PM)

views 3

સંસદના બંને ગૃહો આજે અનિશ્ચિત સમય માટે સ્થગિત

સંસદના બંને ગૃહો આજે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા છે.. સંસદનું બજેટ સત્ર 22 જુલાઈથી શરૂ થયું હતું અને સોમવારે સમાપ્ત થવાનું હતું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે 115 કલાક સુધી ચાલેલા આ સત્રમાં 15 બેઠકો યોજાઈ હતી. તેમણે કહ્યુંકે બજેટ પર 27 કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ. તેમણે કહ્યું કે સત્ર દરમિયાન 12 વિધેયક રજૂ કરવામાં આવ્યા હતાઅને તેમાંથી ચાર લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા હતા. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે બજેટ પર લગભગ 22 કલાક સુધી ગૃહમાં ચર્ચા થઈ. તેમણે કહ્યું કે સત્ર...

ઓગસ્ટ 8, 2024 8:47 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 8:47 પી એમ(PM)

views 2

સંસદમાં સરકારે જણાવ્યું કે, વિદેશમાં રહેતા ભારતીયોની સાથે સાથે ત્યાંની જેલમાં બંધ કેદીઓની સલામતી પણ અમારી પ્રાથમિકતા છે

સંસદમાં સરકારે જણાવ્યું કે, વિદેશમાં રહેતા ભારતીયોની સાથે સાથે ત્યાંની જેલમાં બંધ કેદીઓની સલામતી પણ અમારી પ્રાથમિકતા છે. રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રી કિર્તીવર્ધન સિંહે લેખિત જવાબમાં કહ્યું, હાલમાં 9 હજાર 728 ભારતીય કેદી વિદેશની જેલમાં બંધ છે. આમાંથી સૌથી વધુ 2 હજાર 594 કેદી સાઉદી અરબમાં છે. જ્યારે સંયુક્ત અરબ અમીરાતમાં 2 હજાર 308, નેપાળમાં 5 હજાર 282 કેદી છે. આંકડાઓ મુજબ, છેલ્લા 10 વર્ષમાં લગભગ 125 ભારતીય કેદીઓને વિદેશમાં મૃત્યુદંડની સજા થઈ છે.

ઓગસ્ટ 8, 2024 2:18 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 2:18 પી એમ(PM)

views 3

ડુંગળી અને બટાટાના ભાવ વધારાને લઈને વિપક્ષીદળોના સંસદ સભ્યોએ આજે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું

ડુંગળી અને બટાટાના ભાવ વધારાને લઈને વિપક્ષીદળોના સંસદ સભ્યોએ આજે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાંસદોએ ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર બાંહેધરી આપવાની પણ માગણી કરી હતી. શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ'બ્રાયન,RJD સાંસદ મનોજ કુમાર ઝા, કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારી અને NCP (શરદ પવાર) સાંસદ સુપ્રિયા સુલે સહિત અન્ય લોકોએ વિરોધમાં ભાગ લીધો હતો.

જુલાઇ 22, 2024 7:27 પી એમ(PM) જુલાઇ 22, 2024 7:27 પી એમ(PM)

views 4

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આવતી કાલે લોકસભામાં બજેટ રજૂ કરશે

આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આવતી કાલે લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મનું આ પ્રથમ બજેટ છે. દરમ્યાન, સુશ્રી સીતારમણે આજે લોકસભામાં વર્ષ 2023-24નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. નાણાકીય વર્ષ 2024-25માં વાસ્તવિક જીડીપીનો વૃધ્ધિ દર 6.5 ટકાથી સાત ટકાનો અંદાજવામાં આવ્યો છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, અનિશ્ચિત વૈશ્વિક આર્થિક સ્થિતિ છતાં નાણાકીય વર્ષ 2023-24માં સ્થાનિક વૃધ્ધિનાં ચાલક બળોએ ભારતન...

જુલાઇ 16, 2024 8:01 પી એમ(PM) જુલાઇ 16, 2024 8:01 પી એમ(PM)

views 8

સંસદના બજેટ સત્રના પ્રારંભ પૂર્વે સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી

સંસદના બજેટસત્ર પૂર્વે સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન સરકાર સંસદનાબંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષો પાસેથી સહકાર માંગશે. બજેટસત્ર 22 જુલાઇથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. 23મી જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાંઆવશે. નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં આ પહેલું બજેટ હશે. ગયા મહિને સંસદનાબંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યુંહતું કે આ બજેટ સરકારની દૂરોગામી નીતિઓ અને ભવિષ્યનાં અભિગમનો અસરકારક દસ્તાવેજ હશે...