માર્ચ 26, 2025 7:42 પી એમ(PM) માર્ચ 26, 2025 7:42 પી એમ(PM)
7
સંસદમાં આજે બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 અને લોકસભામાં ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલય ખરડો 2025 પસાર
સંસદમાં આજે બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 પસાર થયો છે. રાજ્યસભાએ આ ખરડાને મંજૂરી આપી છે. જોકે, લોકસભામાં આ વિધેયક પહેલા જ પસાર થઈ ગયું છે. જ્યારે લોકસભામાં આજે ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલય ખરડો 2025 પસાર કરાયો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે ચર્ચાનો જવાબ આપતાં કહ્યું, સરકારે દેશમાં બૅન્કિંગ ક્ષેત્રને મજબૂત કરવા અનેક પરિવર્તન કર્યા છે. તેમણે કહ્યું, વર્ષ 2014માં બૅન્ક દબાણમાં હતી અને નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક મજબૂત બૅન્કિંગ પ્રણાલી ઢાંચો તૈયાર કર્યો. ત્રિભુવન સહકારી ...