માર્ચ 19, 2025 6:26 પી એમ(PM) માર્ચ 19, 2025 6:26 પી એમ(PM)

views 4

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકોને હંમેશા રાષ્ટ્રને પ્રથમ મૂકવા, સંગઠિત રહેવા અને પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવવા અનુરોધ કર્યો

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકોને હંમેશા રાષ્ટ્રને પ્રથમ મૂકવા, સંગઠિત રહેવા અને પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવવા અનુરોધ કર્યો છે. આજે નવી દિલ્હીમાં મેજર બોબ ખાથિંગ સ્મૃતિ કાર્યક્રમની પાંચમી આવૃત્તિને સંબોધતા શ્રી સિંહે યુધ્ધનાં મેદાનમાં શૌર્ય અને મુત્સદ્દીગીરીનાં ક્ષેત્રમાં પોતાનાં કૌશલ્યથી ઇતિહાસમાં અવિસ્મરણિય છાપ છોડનારા શ્રી ખાથિંગને ભારતનાં મહાન સપૂત ગણાવ્યા. શ્રી સિંહે સહસ્ત્ર સીમાબલ અને નાગાલેન્ડ સશસ્ત્ર પોલિસની રચનામાં મેજર ખાથિંગના પ્રદાનની પ્રશંસા કરીહતી.

માર્ચ 17, 2025 6:39 પી એમ(PM) માર્ચ 17, 2025 6:39 પી એમ(PM)

views 7

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, બંને નેતાઓએ વ્યૂહાત્મક સુરક્ષા બંને દેશો વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક સહયોગનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ હોવાના મુદ્દા પર ભાર મૂક્યો હતો.શ્રી સિંહ અને શ્રીમતી ગબાર્ડે ભારત અને અમેરિકા વચ્ચે લશ્કરી કવાયતો, વ્યૂહાત્મક સહયોગ અને માહિતી-આદાન-પ્રદાન સહયોગ, ખાસ કરીને દરિયાઈ ક્ષેત્રે થયેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી.સંરક્ષણ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે...

જાન્યુઆરી 24, 2025 2:04 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 2:04 પી એમ(PM)

views 4

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલી – સંજયનો પ્રારંભ કરાવ્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલી - સંજયનો પ્રારંભ કરાવ્યો. આ દેખરેખ પ્રણાલી યુદ્ધક્ષેત્રની પારદર્શિતા વધારશે અને તેના અદ્યતન સેન્સર ભવિષ્યના યુદ્ધોનું વધુ સારું ચિત્ર આપી શકશે. આ પ્રણાલી આ વર્ષે માર્ચથી ત્રણ તબક્કામાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે. આ પ્રણાલી વિશાળ જમીન સરહદોનું નિરીક્ષણ કરવામાં, હુમલાઓને રોકવામાં અને યુદ્ધની પરિસ્થિતિનું સચોટ વિશ્લેષણ કરવામાં મદદ કરશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રણાલી ગુપ્ત માહિતી અને દેખરેખને અનેકગણી વધા...

જાન્યુઆરી 17, 2025 7:38 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 7:38 પી એમ(PM)

views 9

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ અને સુરક્ષા વાતાવરણમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને દેશના આક્રમક અને રક્ષણાત્મક પ્રતિભાવોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ અને સુરક્ષા વાતાવરણમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને દેશના આક્રમક અને રક્ષણાત્મક પ્રતિભાવોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, દેશના સંરક્ષણ દળોનું કાર્ય સમય જતાં વધુ જટિલ બની રહ્યું છે. તેઓ આજે નવી દિલ્હીમાં, નૌકાદળના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે દેશભક્તિ અને શિસ્તની ભાવના સૈનિકોને દેશ પ્રત્યેની તેમની જવાબદારી નિભાવવામાં મદદ કરે છે. તેમણે કહ્યું કે, દેશની આર્થિક સમૃદ્ધિ દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલી છે અને...

જાન્યુઆરી 10, 2025 7:26 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 7:26 પી એમ(PM)

views 4

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સરકાર મજબૂત સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટે સુધારા નીતિઓ ઘડી રહી હોવાનું જણાવ્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ભારપૂર્વક જણાવ્યું છે કે સરકાર મજબૂત સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટે સુધારાવાદી નીતિઓ ઘડી રહી છે. જેનો ઉદ્દેશ્ય ટેકનોલોજી સ્તરે આત્મનિર્ભરતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. એરો ઈન્ડિયા 2025 અગાઉ નવી દિલ્હીમાં રાજદૂતો સાથે એક ગોળમેજી પરિષદની અધ્યક્ષતા કરતા રાજનાથ સિંહે સંરક્ષણ અને હવાઈ ક્ષેત્રોમાં દેશની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો અને અત્યાધુનિક ટેકનોલોજીના સફળ વિકાસ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ભારત એવા થોડા દેશોમાંનો એક છે જે લડાયક વિમાન, પરમાણુ સબમરીન, વિ...

જુલાઇ 26, 2024 2:02 પી એમ(PM) જુલાઇ 26, 2024 2:02 પી એમ(PM)

views 7

કારગિલ વિજય દિવસ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હી સ્થિત રાષ્ટ્રીયયુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી

કારગિલ વિજય દિવસ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હી સ્થિત રાષ્ટ્રીયયુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સૈન્ય ઉપ પ્રમુખ લેફ્ટનેન્ટ જનરલ એન રાજા સુબ્રમણી, નૌકાદળના ઉપ પ્રમુખ વાઇસ એડમિરલ સ્વામીનાથન, ભારતીય વાયુ દળના ઉપપ્રખુખ એર માર્શલ એપી સિંહે અને ચીફ ઓફ સ્ટાફ સચિવ લેફ્ટન્નટ જનરલ જૉન્સન પીમૈથ્યૂએ પણ કારગીલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી.તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કારગિલ યુદ્ધના શહીદોના બલિદાનને સ્મરણ કર્યું.સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે હિમાલયના દુર્ગમ પર્વ...