ડિસેમ્બર 19, 2024 7:20 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:20 પી એમ(PM)

views 4

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આધુનિક યુદ્ધની બદલાતી પદ્ધતિઓ સાથે તાલમેલ જાળવી રાખવા માટે ઉચ્ચતમ ટેક્નોલોજી અપનાવવા પર ભાર મૂક્યો છે.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આધુનિક યુદ્ધની બદલાતી પદ્ધતિઓ સાથે તાલમેલ જાળવી રાખવા માટે ઉચ્ચતમ ટેક્નોલોજી અપનાવવા પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા સંરક્ષણમંત્રીએ કહ્યું કે દેશ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. (બાઈટ-રાજનાથ સિંહ) શ્રી સિંહે કહ્યું કે દેશ હથિયારોની નિકાસ કરી રહ્યો છે જે તે એક સમયે આયાત કરતો હતો. તેમણે આનો શ્રેય જાહેર અને ખાનગી ક્ષેત્ર, શિક્ષણવિદો અને ઈનોવેટર્સના સંયુક્ત પ્રયાસોને આપ્યો.

ઓક્ટોબર 31, 2024 2:19 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 2:19 પી એમ(PM)

views 3

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા, LAC પરના કેટલાંક ક્ષેત્રોમાં મતભેદોને ઉકેલવા માટે રાજદ્વારી અને સૈન્ય એમ બંને સ્તરે વાતચીત કરી રહ્યા છે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા, LAC પરના કેટલાંક ક્ષેત્રોમાં મતભેદોને ઉકેલવા માટે રાજદ્વારી અને સૈન્ય એમ બંને સ્તરે વાતચીત કરી રહ્યા છે. જેને પરિણામે, સમાન અને પરસ્પર સુરક્ષાના આધારે વ્યાપક સર્વસંમતિ વિકસાવવામાં આવી છે. શ્રી સિંહે આજે તવાંગ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અને મેજર રાલેંગનાઓ ‘બોબ’ ખાથિંગ ‘મ્યુઝિયમ ઑફ વેલોર’નું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તવાંગમાં સરદાર પટેલની પ્રતિમા લોકોને એકતામાં રહેલી તા...

સપ્ટેમ્બર 24, 2024 6:28 પી એમ(PM) સપ્ટેમ્બર 24, 2024 6:28 પી એમ(PM)

views 3

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રને આંતરિક આફતોથી બચાવવામાં ભારતીય તટરક્ષકદળના યોગદાનને અનુપમ ગણાવ્યું

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રને આંતરિક આફતોથી બચાવવામાં ભારતીય તટરક્ષકદળના યોગદાનને અનુપમ ગણાવ્યું છે.આજે નવી દિલ્હીમાં સંરક્ષણમંત્રીએ  ભારતીય તટરક્ષકદળ  કમાન્ડરોની 41મી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. ત્રણ દિવસીય પરિષદ વિકસતા ભૌગોલિક રાજકીય પરિપ્રેક્ષ્ય  અને દરિયાઈ સુરક્ષાની જટિલતાઓની પૃષ્ઠભૂમિમાં વ્યૂહાત્મક, અને વહીવટી બાબતો પર ફળદાયી ચર્ચાઓ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરુંપાડશે.  કમાન્ડરોને સંબોધતા સંરક્ષણમંત્રીએ ભારતીય કોસ્ટ ગાર્ડને ભારતના સૌથી અગ્ર રક્ષક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે  સ...