નવેમ્બર 8, 2024 6:36 પી એમ(PM) નવેમ્બર 8, 2024 6:36 પી એમ(PM)
185
સંત જલારામ બાપાની આજે 225 મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી
જાણીતા સંત જલારામ બાપાની આજે 225 મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ મંદિરોમાં જલારામ બાપાની પૂજા અર્ચના, ભજન-કીર્તન, મહાઆરતી, અન્નકૂટ,શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના પાલડી જલારામ મંદિર સહિતના વિસ્તારોમાં પૂજનવિધિ, મહાઆરતી, શોભાયાત્રા, અન્નકૂટ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. બાવળામાં પણ જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે 225 મી જલારામ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મંદિરમાં સવારથી જ ભજન-કીર્તન, પુજા, અન્નકૂટ...