સપ્ટેમ્બર 26, 2024 7:36 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 7:36 પી એમ(PM)

views 2

શ્રીલંકાના ચૂંટણીપંચે ત્યાં આગામી 14મી નવેમ્બરે યોજાનારી સંસદીય ચૂંટણી માટે બેઠકોની ફાળવણીની જાહેરાત કરી છે

શ્રીલંકાના ચૂંટણીપંચે ત્યાં આગામી 14મી નવેમ્બરે યોજાનારી સંસદીય ચૂંટણી માટે બેઠકોની ફાળવણીની જાહેરાત કરી છે. સૌથી વધુ 19 બેઠકો ગાંમ્પહા જિલ્લામાં ફાળવવામાં આવી છે. જયારે સૌથી ઓછી 4 બેઠકો ત્રિંકોમાલી જિલ્લાને ફાળવવામાં આવી છે. સૂચિત સંસદીય ચૂંટણીમાં પ્રાંતીય, બેઠકો સંસદની 225 બેઠકોનો સમાવેશ થાય છે. શ્રીલંકાના ચૂંટણી પંચે સંસદીય ચૂંટણી યોજવા માટે 11 અબજ શ્રીલંકાના રૂપિયાની માંગણી કરી છે.

સપ્ટેમ્બર 16, 2024 2:43 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2024 2:43 પી એમ(PM)

views 3

શ્રીલંકામાં આ શનિવારે યોજાનારી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી માટે પ્રચાર અભિયાન વેગવાન બન્યું

શ્રીલંકામાં આ શનિવારે યોજાનારી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી માટે પ્રચાર અભિયાન વેગવાન બન્યું છે. ઉમેદવાર મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે ચૂંટણી સભાઓને સંબોધન કરતાં વર્તમાન રાષ્ટ્રપ્રમુખ રાનિલ વિક્રમસિંઘે એ કહ્યું કે, તેમનો પ્રાથમિક ઉદ્દેશ્ય લોકોનું જીવન વધુ સારું બનાવવાનો છે. તેમણે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળની સાથે કરવામાં આવેલા કરારને યથાવત્ રાખવા તેમ જ તેમની સાથે આગળ વધવાના મહત્વ પર ભાર મુક્યો હતો. દરમિયાન વિપક્ષના નેતા સાજિથ પ્રેમદાસાએ એક રેલીમાં કહ્યું કે, તેમની સરકાર એક વિસ્તૃત ગર...

સપ્ટેમ્બર 9, 2024 6:09 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 6:09 પી એમ(PM)

views 4

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓને આજે ચર્ચા માટે બોલાવ્યા હતા

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓને આજે ચર્ચા માટે બોલાવ્યા હતા.આ બેઠકમાં ઉમેદવારો સાથે ચૂંટણીમાં નાણાના નિયમો અને અન્ય માર્ગદર્શિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી.  કેટલાક ઉમેદવારોએ રાજ્યના સંસાધનોના ઉપયોગ અને કેટલીક મીડિયા સંસ્થાઓના આચરણ અંગે ચૂંટણી પંચ સાથે તેમનીચિંતાઓ વ્યક્ત  કરી હતી. દરમિયાન આજે બપોરે રાષ્ટ્રીય ચૂંટણી પંચ ખાતે ચૂંટણી નિરીક્ષકો સાથે અલગથી ચર્ચા પણ કરવામાં આવી હતી.  અગાઉ ગઈકાલે, ચૂંટણી મંડળે ઘરે-ઘરે પ્રચારના પ્રતિબંધો પર ભાર મૂક્યો હતો. ...

જુલાઇ 11, 2024 3:35 પી એમ(PM) જુલાઇ 11, 2024 3:35 પી એમ(PM)

views 14

શ્રીલંકાના નૌકાદળે 13 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે, તેમને કનકેસંથુરાઈ બંદરે લઈ જવાયા છે

શ્રીલંકાના નૌકાદળે 13 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે, તેમને કનકેસંથુરાઈ બંદરે લઈ જવાયા છે. પુડુકોટ્ટાઈના માછીમારો કાચાથીવુ નજીક માછીમારી કરી રહ્યા હતા, ત્યારે શ્રીલંકન નૌકાદળ દ્વારા તેમની ધરપકડ કરાઇ હતી. શ્રીલંકાના નૌકાદળે ગત પહેલી જુલાઈએ પણ આંતરરાષ્ટ્રીય જળસીમામાં 25 ભારતીય માછીમારોને પકડ્યા હતા.

જૂન 18, 2024 3:12 પી એમ(PM) જૂન 18, 2024 3:12 પી એમ(PM)

views 35

શ્રીલંકાના નૌકા દળે આજે ચાર ભારતીય માછીમારોની ધરપકડ કરી

શ્રીલંકાના નૌકા દળે આજે ચાર ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. પુડુકોટ્ટાઇના આ માછીમારોએ શ્રીલંકાની જળ સીમાનું ઉલ્લંઘન કરતા નેદુન્થીવી નજીક તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમને વધુ તપાસ માટે કનકેસાંથુરાઇ બંદર પર લઈ જવામાં આવ્યા છે.