માર્ચ 30, 2025 8:00 પી એમ(PM) માર્ચ 30, 2025 8:00 પી એમ(PM)

views 5

શ્રીલંકામાં ભારતીય સીઈઓ ફોરમના અધ્યક્ષ કિશોર રેડ્ડીએ જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં શ્રીલંકામાં ભારતીય રોકાણોએ સ્થાનિક અર્થતંત્રમાં મોટું યોગદાન આપ્યું છે.

શ્રીલંકામાં ભારતીય સીઈઓ ફોરમના અધ્યક્ષ કિશોર રેડ્ડીએ જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં શ્રીલંકામાં ભારતીય રોકાણોએ સ્થાનિક અર્થતંત્રમાં મોટું યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બનાવેલી ભારતીય વિકાસની સકારાત્મક છબીને કારણે આ શક્ય બન્યું છે. પ્રધાનમંત્રી મોદી ચોથી એપ્રિલે શ્રીલંકાની સત્તાવાર મુલાકાત લેશે

ફેબ્રુવારી 6, 2025 2:21 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 2:21 પી એમ(PM)

views 7

શ્રીલંકામાં જાન્યુઆરી મહિનામાં વિક્રમજનક સંખ્યામાં પ્રવાસીઓનું આગમન થયું છે

શ્રીલંકામાં જાન્યુઆરી મહિનામાં વિક્રમજનક સંખ્યામાં પ્રવાસીઓનું આગમન થયું છે. જે ટોચના સ્ત્રોત બજાર તરીકે ભારતના વર્ચસ્વને કારણે શક્ય બન્યું છે. શ્રીલંકા પ્રવાસન વિકાસ સત્તામંડળ દ્વારા જાહેર કરાયેલા આકડાઓમાં આ ટાપુ રાષ્ટ્રમાં 2 લાખ 52 હજારથી વધુ પ્રવાસીઓનું આગમન થયું છે, જેમાં શ્રીલંકામાં કુલ પ્રવાસીઓના 17.2 ટકા સાથે ભારતે પ્રવાસીઓના આગમનના સૌથી મોટા સ્ત્રોત તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે 13.5 ટકા પ્રવાસીઓના આગમન સાથે રશિયન મહામંડળ બીજા ક્રમે રહ્યું છે. વર્ષ 2024માં 20 લાખથી વધુ પ્ર...

જાન્યુઆરી 10, 2025 6:51 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 6:51 પી એમ(PM)

views 4

શ્રીલંકાના કોલંબોમાં આજે આયોજિત પ્રથમ ભારત-શ્રીલંકા હિન્દી પરિષદમાં મુક્ત શિક્ષણ દ્વારા હિન્દી ભાષામાં દેશના પ્રથમ પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો

શ્રીલંકાના કોલંબોમાં આજે આયોજિત પ્રથમ ભારત-શ્રીલંકા હિન્દી પરિષદમાં મુક્ત શિક્ષણ દ્વારા હિન્દી ભાષામાં દેશના પ્રથમ પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. શ્રીલંકામાં હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે. શ્રીલંકાના ઉચ્ચ શિક્ષણ નાયબ મંત્રી ડૉ. મધુરા સેનેવિરત્ને અને શ્રીલંકામાં ભારતના ઉચ્ચાયુક્ત સંતોષ ઝા દ્વારા આ અભ્યાસક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. ભારત-શ્રીલંકા હિન્દી સંમેલનમાં હિન્દી સાહિત્ય, શિક્ષણ અને શ્રીલંકામાં હિન્દી ભાષાના ઉપયોગના ઘણા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી...

નવેમ્બર 28, 2024 2:47 પી એમ(PM) નવેમ્બર 28, 2024 2:47 પી એમ(PM)

views 5

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા ભારે દબાણના કારણે શ્રીલંકાના કેટલાક ભાગો પ્રતિકૂળ હવામાનની અસર હેઠળ છે

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા ભારે દબાણના કારણે શ્રીલંકાના કેટલાક ભાગો પ્રતિકૂળ હવામાનની અસર હેઠળ છે. શ્રીલંકાના હવામાન વિભાગના જણાવ્યા મુજબ ડીપ ડિપ્રેશન સવારે ત્રિંકોમાલીથી 100 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં સ્થિત હતું. જાહેર કરાયેલી ચેતવણીમાં જણાવાયું છે કે વાવાઝોડું ધીમે ધીમે, ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ શ્રીલંકાના પૂર્વ કિનારાની નજીક જશે અને આજે વધુ તીવ્ર બનીને ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. દરમિયાન શ્રીલંકાની નૌકાદળ અને વાયુસેનાની બચાવ ટુકડીઓ રાહત કામગીરીમાં કરી રહી છે. વાવાઝોડ...

નવેમ્બર 15, 2024 7:25 પી એમ(PM) નવેમ્બર 15, 2024 7:25 પી એમ(PM)

views 5

શ્રીલંકાનાં શાસક નેશનલ પીપલ્સ પાવરે સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવી છે

શ્રીલંકાનાં શાસક નેશનલ પીપલ્સ પાવરે સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવી છે. ડાબેરી ગઠબંધને 225 સભ્યોનાં ગૃહમાં 159 બેઠકો મેળવી છે. સાજિથ પ્રેમદાસાનાં વડપણ હેઠળનાં મુખ્ય વિરોધપક્ષ સમાગી જાનાએ 40 બેઠકો અને ઇલાંકાઈ તામિલ અરાસુ કડચીએ આઠ બેઠકો મેળવી છે. ભૂતપુર્વ પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે સાથે જોડાયેલા નવા લોકશાહી મોરચાને માત્ર પાંચ જ બેઠકો મળી છે.-

નવેમ્બર 15, 2024 2:01 પી એમ(PM) નવેમ્બર 15, 2024 2:01 પી એમ(PM)

views 5

શ્રીલંકાના સત્તાધારી નેશનલ પીપલ્સ પાવર પક્ષે સંસદીય ચૂંટણીમાં બહુમતી મેળવી લીધી

શ્રીલંકાના સત્તાધારી નેશનલ પીપલ્સ પાવર પક્ષે સંસદીય ચૂંટણીમાં બહુમતી મેળવી લીધી છે. રાષ્ટ્રપ્રમુખ દિસાનાયકેની આગેવાની હેઠળના વામપંથી ગઠબંધને અત્યાર સુધીમાં જાહેર કરાયેલી 171માંથી 123 બેઠક મેળવી છે. ગઠબંધનને લગભગ 62 ટકા મત મળ્યા છે. જોકે, 225 સભ્યોની સંસદની 29 બેઠકોના પરિણામ હજી જાહેર થવાના બાકી છે. સાજીથ પ્રેમદાસાના નેતૃત્વમાં મુખ્ય વિપક્ષી પાર્ટી સામગી જન બલવેગયાએ અત્યાર સુધીમાં 31 બેઠક જીતી છે. અગાઉ ગઈકાલે યોજાયેલા મતદાનમાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું.

નવેમ્બર 14, 2024 6:31 પી એમ(PM) નવેમ્બર 14, 2024 6:31 પી એમ(PM)

views 5

શ્રીલંકામાં સંસદીય ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી 13 હજાર 400 થી વધુ મતદાન મથકો પર મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો

શ્રીલંકામાં સંસદીય ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી 13 હજાર 400 થી વધુ મતદાન મથકો પર મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બપોરે 2 વાગ્યા સુધી લગભગ 50 ટકા મતદાન થયું હોવાના અહેવાલ છે, પરંતુ ચૂંટણી પંચે હજુ અંતિમ આંકડા જાહેર કર્યા નથી. મતપેટીઓ આજે મતગણતરી કેન્દ્રો પર ખસેડવામાં આવશે, જ્યાં મતગણતરી શરૂ થશે. ચૂંટણી પંચે કહ્યું છે કે પોસ્ટલ વોટના પરિણામો આજે રાત્રે મોડા જાહેર કરવામાં આવશે, જ્યારે અંતિમ પરિણામો આવતીકાલે જાહેર થવાની સંભાવના છે.

નવેમ્બર 14, 2024 1:51 પી એમ(PM) નવેમ્બર 14, 2024 1:51 પી એમ(PM)

views 5

શ્રીલંકામાં નવી સંસદ માટે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે

શ્રીલંકામાં નવી સંસદ માટે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. સવારે 10 વાગ્યા સુધી કેટલાક જિલ્લાઓમાં 40 ટકા મતદાન થયાના અહેવાલ છે. 225 સભ્યોની સંસદ માટે એક કરોડ 70 લાખથી વધુ મતદારો મતદાનમાં સહભાગી થવાની શક્યતા છે. રાષ્ટ્રપ્રમુખ અનુરાકુમારા દિસાનાયકે, પ્રધાનમંત્રી ડૉ. હરિની અમરસૂર્યા, પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, એસ.જે.બી. નેતા સાજિથ પ્રેમદાસાએ આજે સવારે મતદાન કર્યું હતું.

ઓક્ટોબર 16, 2024 2:24 પી એમ(PM) ઓક્ટોબર 16, 2024 2:24 પી એમ(PM)

views 6

આ વર્ષે ત્રણ લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લેતાં શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગને ફાયદો

આ વર્ષે ત્રણ લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી,જેના કારણે ભારત ત્યાંના પ્રવાસન માટેનું સૌથી મોટું બજાર બન્યું.શ્રીલંકા પર્યટન વિકાસ સત્તામંડળે જાહેર કરેલા આંકડા અનુસાર આ વર્ષે ઓક્ટોબરના મધ્ય સુધીમાં 15 લાખથી વધુ પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી છે.પ્રવાસીઓની દ્રષ્ટિએ ભારત પછી બ્રિટન, રશિયા અને જર્મની આગામી ત્રણ સ્થાને છે જ્યારે ચીન પાંચમા સ્થાને છે.  અમારા કોલંબો સંવાદદાતા અહેવાલ આપે છે કે તાજેતરના વર્ષોમાં ભારત અને શ્રીલંકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોનું એક મહત્વપૂર્ણ પાસું રહ્ય...

ઓક્ટોબર 10, 2024 9:54 એ એમ (AM) ઓક્ટોબર 10, 2024 9:54 એ એમ (AM)

views 2

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકાને 82 રનથી હરાવ્યું

ICC મહિલા T20 વર્લ્ડકપમાં, ભારતે ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રૂપ 'A'ની મેચમાં શ્રીલંકાને 82 રને હરાવીને મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં તેનો સૌથી મોટો વિજય નોંધાવ્યો હતો. મહિલા T20 વર્લ્ડ કપમાં રનના સંદર્ભમાં ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. આ સાથે ગ્રૂપ 'એ' માં ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ કરતાં આગળ નીકળી ગયું છે. ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. હરમનપ્રિત કૌરનાં 50 અને સ્મૃતિ મંધાનાનાં 52 રનની મદદથી ભારતે 172 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. શ્રીલ...