જૂન 18, 2024 3:41 પી એમ(PM) જૂન 18, 2024 3:41 પી એમ(PM)

views 10

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ આ વર્ષે શ્રીનગરમાં યોજાશે

આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ શ્રીનગરમાં યોજાશે. શેર—એ—કાશ્મીર કન્વેન્શન સેન્ટરમાં યોગ દિવસનો આ કાર્યક્રમ યોજાશે. આયૂષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગે પત્રકાર પરિષદ દરમિયાન વધુમાં જણાવ્યું કે, આ વર્ષની યોગ દિવસની વિષયવસ્તુ “સ્વયં અને સમાજ માટે યોગ” છે. નમસ્તે યોગ એપ અંગે ગૂગલ મેપ સાથે કરાર થયા છે. એટલે ઘરની પાસે આવેલા યોગ કેન્દ્રની માહિતી ગૂગલ મેપ પરથી જાણી શકાશે. શ્રી કોટેચાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ગામના વડાઓને યોગ દિવસ ઉજવવા મ...