જૂન 13, 2025 7:56 પી એમ(PM)

views 17

સ્થાનિક શેરબજાર આજે ઘટાડા સાથે બંધ થયું

સ્થાનિક શેરબજાર આજે ઘટાડા સાથે બંધ થયું. બૉમ્બેશેરબજારનો સૂચકાંક 573 પૉઈન્ટના ઘટાડા સાથે 81 હજાર 119 પર બંધ થયો. જ્યારે નૅશનલસ્ટૉક ઍક્સચૅન્જનો નિફ્ટી 117 પૉઈન્ટ ગગડીને 24 હજાર 719 પર રહ્યો.

માર્ચ 19, 2025 6:15 પી એમ(PM)

views 17

ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા સત્રમાં તેજી નોંધાઈ

ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા સત્રમાં તેજી નોંધાઈ હતી. 30 શેરોનો સેન્સેક્સ 148 પોઇન્ટ વધીને 75 હજાર 568 અને નિફ્ટી-50 73પોઇન્ટ વધીને 22 હજાર 907 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 33 શેરો વધારા સાથે બંધ રહ્યા હતા. ડોલર સામે રૂપિયો 12 પૈસા મજબૂત થઈને 86.44પર બંધ રહ્યો હતો.

ડિસેમ્બર 27, 2024 6:40 પી એમ(PM)

views 14

સ્થાનિક શેરબજાર બીએસઇ સૂચકાંક સેન્સેક્સ આજે 226 પોઇન્ટ વધીને 78 હજાર 699 પર બંધ રહ્યો

સ્થાનિક શેરબજાર બીએસઇ સૂચકાંક સેન્સેક્સ આજે 226 પોઇન્ટ વધીને 78 હજાર 699 પર બંધ રહ્યો હતો, જ્યારે એનએસઇનો નિફ્ટી-50 63પોઇન્ટ વધીને 23 હજાર 813 પર બંધ રહ્યો હતો. મિડ-કેપ સૂચકાંક 0.08 ટકા અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ 0.28 ટકા વધ્યો હતો.સેન્સેક્સસૂચકાંકમાં 30માંથી 19 શેરો વધ્યા હતા. 20 ક્ષેત્રીય સૂચકાંકમાંથી 12માં ઘટાડોનોંધાયો હતો.

નવેમ્બર 22, 2024 7:06 પી એમ(PM)

views 7

ગઇકાલના કડાકા બાદ આજે શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો

ગઇકાલના કડાકા બાદ આજે શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો હતો. તમામ ક્ષેત્રના શેરોમાં ભારે લેવાલીના પગલે મુંબઇ શેરબજારનો સેન્સેક્સ બે ટકાના વધારા સાથે એક હજાર 961 પોઇન્ટ ઉછળીને 79 હજાર 117 અંક પર બંધ થયો હતો... જ્યારે NSE નિફ્ટી 557 પોઈન્ટ્સના ઉછાળા સાથે 23 હજાર 907 પર બંધ થયો હતો. મિડ-કેપ શેર 1.2 ટકા અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ 0.9 ટકાનો વધારો થયો હતો.. SBI, TCS અને ટાઇટન જેવી કંપનીઓના શેરોમાં ભારે લેવાલીના પગલે ઉછાળો જોવા મળ્યો હતો.

ઓક્ટોબર 4, 2024 7:53 પી એમ(PM)

views 6

મધ્યપૂર્વમાં અશાંતિને પગલે ભારતીય શેરબજારમાં સતત પાંચમાં દિવસે મંદીનું જોર યથાવત રહ્યું

મધ્યપૂર્વમાં અશાંતિને પગલે ભારતીય શેરબજારમાં સતત પાંચમાં દિવસે મંદીનું જોર યથાવત રહ્યું હતું. છેલ્લાં બે દિવસમાં ભારતીય રોકાણકારોએ 14 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આજે સેન્સેક્સ 808 પોઇન્ટ ઘટીને 81 હજાર 688 અને નિફટી 235 પોઇન્ટ ઘટીને 25 હજાર 14 પર બંધ રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપ ઘટીને 461 લાખ કરોડ થયું હતું. નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ ઘટીને બંધ રહ્યા હતા. બજારનાં નિષ્ણાંતોનાં જણાવ્યા પ્રમાણે રોકાણકારો મધ્યપૂર્વમાં હાલ ચાલી રહેલા સંઘર્ષને સાવચેતીપૂર્વક જોઈ રહ્યા ...

સપ્ટેમ્બર 17, 2024 6:50 પી એમ(PM)

views 9

ભારતીય શેરબજાર સૂચકાંક સેન્સેક્સે આજે 83 હજારની સપાટી વટાવી હતી

ભારતીય શેરબજાર સૂચકાંક સેન્સેક્સે આજે 83 હજારની સપાટી વટાવી હતી. 30 શેરોનોઆ ઇન્ડેક્સ 90 પોઇન્ટ વધીને 83 હજાર 79 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 34 પોઇન્ટવધીને 25 હજાર 418 પર બંધ રહ્યો હતો. રોકાણકારોની નજર આજથી શરૂ થઈ રહેલી યુએસ ફેડરલઓપન માર્કેટ કમિટીની પોલીસી બેઠક પર હતી. મિડકેપ 100 ઇન્ડેક્સ 79 પોઇન્ટ ઘટીને 60હજાર 180 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ ઘટીને 19 હજાર 465 પર બંધ રહ્યો હતો.

સપ્ટેમ્બર 2, 2024 7:56 પી એમ(PM)

views 22

શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટને પગલે ભારતીય સૂચકાંકો સોમવારે નવી ઊંચી સપાટીએ બંધ થયા હતા

શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટને પગલે ભારતીય સૂચકાંકો સોમવારે નવી ઊંચી સપાટીએ બંધ થયા હતા. સેન્સેક્સ 194 પોઇન્ટ વધીને 82 હજાર 559 અનેનિફ્ટી 42 પોઇન્ટ વધીને 25 હજાર 279 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.દિવસ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ અનુક્રમે 82 હજાર725 અને 25 હજાર 333ની નવી ઊંચી સપાટી બનાવી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 1786શેર વધ્યા હતા, 2 હજાર 256 શેર ઘટ્યા હતા. જોકે નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયા હતા

ઓગસ્ટ 12, 2024 3:39 પી એમ(PM)

views 24

પ્રારંભિક તબક્કે ઘટાડા બાદ શેરબજારમાં બસો જેટલા પોઇન્ટનો સુધારો

ભારતીય શેરબજારમાં આજે પ્રારંભિક તબક્કે ઘટાડાનું વલણ રહ્યુ હતું.. આજે સવારે શેરબજાર ખુલતાની સાથે જ 250 કરતાં વધુ પોઇન્ટ ગગડ્યુ હતું.. જોકે ત્યારબાદ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો.. હાલમાં શેરબજાર બસો પોઇન્ટ જેટલા વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.. નિફ્ટીમાં પણ શરૂઆતના કડાકા બાદ ફરી સુધારો જોવા મળ્યો હતો.